ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

આ ખાસ જાણી લેજો: આ શરત નહીં માનો તો 12 લાખની ઈનકમ પર ટેક્સ ફ્રીનો ફાયદો નહીં મળે

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2025: બજેટ 2025ની સૌથી મોટી જાહેરાત…12 લાખની ઈનકમને ટેક્સ ફ્રી કરવી, તેણે સામાન્ય લોકોને આશાઓથી ભરી દીધું. જો પણ તમે પણ આ ટેક્સ ફ્રી ઈનકમ લિમિટનો ફાયદો ઉઠાવવા માગો છો તો તમારે સરકારની એક શરત ફરજિયાતપણે માનવી પડશે.

હકીકતમાં જોઈએ તો, 12 લાખ રુપિયા સુધીની ઈનકમ ટેક્સ ફ્રી ફક્ત ન્યૂ ટેક્સ રિજીમમાં કર્યો છે. ત્યારે આવા સમયે જો આપ પણ ઓલ્ડ ટેક્સ રિજીમના દાયરામાં આવો તો, આપને આ બદલાવનો ફાયદો મળશે નહીં. તેનો મતલબ એ થયો કે, 12 લાખ રુપિયા સુધી ટેક્સ ફ્રી ઈનકમનો ફાયદો ઉઠાવવા માટે આપને ન્યૂ ટેક્સ રિજીમમાં શિફ્ટ થવું પડશે.

શું છે ન્યૂ ટેક્સ રિજીમ સાથે જોડાયેલ નિયમ

હવે જો આપ ન્યૂ ટેક્સ રિજીમમાં શિફ્ટ કરો છો, તો આપને તેની સાથે જોડાયેલ અમુક નિયમો જાણી લેવા જોઈએ. જેમ કે સરકાર ન્યૂ ટેક્સ રિજીમને પહેલા જ ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બનાવી ચુકી છે. તેનો મતલબ એ છે કે જો આપ નાણાકીય વર્ષની શરુઆતમાં ઓલ્ડ ટેક્સ રિજીમ નહીં સિલેક્ટ કરો, તો આપ ખુદ જ ન્યૂ ટેક્સ રિજીમમાં શિફ્ટ થઈ જશો.

ન્યૂ ટેક્સ રિજીમ સાથે સાથે એક અન્ય જોગવાઈ પણ છે, તેમાં પરત ફરવાનો ઓપ્શન નથી. તેનો મતલબ જો આપ એક વાર ન્યૂ ટેક્સ રિજીમમાં શિફ્ટ થયા તો આપ ક્યારેય ફરી વાર ઓલ્ડ ટેક્સ રિજીમમાં શિફ્ટ નહીં થઈ શકો. આવી રીતે આપ 12 લાખ રુપિયા ટેક્સ ફ્રી ઈનકમનો ફાયદો ઉઠાવવા માટે આ રિજીમમાં શિફ્ટ થાવ છો, તો આપ કાયમ માટે આ હિસાબે જ ટેક્સ ભરવો પડશે.

એક અન્ય ખાસ વાત પર તમારે ધ્યાન આપવું જોઈએ કે, આપની 12 લાખ રુપિયાની ઈનકમ ટેક્સ ફ્રી થઈ છે, પણ અસલ ફાયદો 12.75 લાખ રુપિયાનો થશે, કારણ કે આપને 75,000 રુપિયા સ્ટાંડર્ડ ડિડક્શનનો ફાયદો મળશે.

ટેક્સ તો લાગશે પણ વસૂલવામાં નહીં આવે

ન્યૂ ટેક્સ રિજીમમાં સરકારે જે 12 લાખની ઈનકમ ટેક્સ ફ્રી કરી છે, તેના વિશે એક અન્ય વાત છે, હકીકતમાં સરકારે આ ટેક્સ સિસ્ટમના સ્લેબને બદલી દીધો છે અને હવે 4 લાક રુપિયા સુધીની ઈનકમ ટેક્સ ફ્રી છે. ત્યાર બાદ જે સ્લેબ જેમ કે 4થી 8 લાખ પર 5 ટકા, 8-12 લાખ પર 10 ટકા, 12-16 લાખ પર 15 ટકા, 16-20 લાખ પર 20 ટકા, 20-24 લાખ પર 25 ટકા અને 24 લાખથી ઉપરની ઈનકમ પર 30 ટકા ટેક્સ બને છે.

તેમાં 12 લાખ રુપિયાથી ઉપરની ઈનકમ પર જે ટેક્સ થાય છે, તે સરકાર આપની પાસેથી વસૂલશે નહીં પણ આપને ઈન્કમ ટેક્સ કાયદાની કલમ 87A અંતર્ગત રિબેટ આપી દેશે.

આ પણ વાંચો: રેલવે માટે 2.52 લાખ કરોડની ફાળવણી, 200 વંદે ભારત અને 100 અમૃત ભારત સહિત આ પ્રોજેક્ટ્સને મંજૂરી

Back to top button