BCCIએ સચિન તેંડુલકરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા, જુઓ વીડિયો
મુંબઈ, 1 ફેબ્રુઆરી : મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ભલે વર્ષો પહેલા ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ ક્રિકેટ જગતમાં તેમનો પ્રભાવ હજુ પણ પ્રવર્તે છે. સચિન તેંડુલકરે ભારતના દરેક ઘરમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં અને ભારતીય ક્રિકેટને વિશ્વભરમાં ઓળખ અપાવવામાં સૌથી મોટું યોગદાન આપ્યું છે.
2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર સચિન તેંડુલકર આજે પણ કરોડો ભારતીય ચાહકોના દિલમાં વસે છે. આ જ કારણ છે કે ક્રિકેટમાં અભૂતપૂર્વ યોગદાન માટે વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. બીસીસીઆઈએ સચિનને કર્નલ સી.કે.નાયડુને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
A historic moment 👏👏
The legendary Mr. Sachin Tendulkar receives the 𝗖𝗼𝗹. 𝗖.𝗞. 𝗡𝗮𝘆𝘂𝗱𝘂 𝗟𝗶𝗳𝗲𝘁𝗶𝗺𝗲 𝗔𝗰𝗵𝗶𝗲𝘃𝗲𝗺𝗲𝗻𝘁 𝗔𝘄𝗮𝗿𝗱 🏆 from ICC Chair Mr. Jay Shah 👌#NamanAwards | @sachin_rt | @JayShah pic.twitter.com/V7uwi7yjhN
— BCCI (@BCCI) February 1, 2025
16 વર્ષની ઉંમરે 1989માં પાકિસ્તાનમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સચિનની કારકિર્દી 24 વર્ષ સુધી ચાલી હતી. સચિને માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા જ નહીં પરંતુ 100 સદી ફટકારવાની મહાન સિદ્ધિ પણ હાંસલ કરી છે. ટેસ્ટ હોય કે વનડે, બંને ફોર્મેટમાં સચિનના નામે સૌથી વધુ રન છે.
ICC અધ્યક્ષ જય શાહે સચિન તેંડુલકરને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો. આ અવસર પર સચિને પોતાના જૂના દિવસો યાદ કર્યા હતા. લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરવા પર તેણે કહ્યું કે, અહીં આવવા બદલ આપ સૌનો આભાર. તેણે BCCIનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે તે બીસીસીઆઈનો ગમે તેટલો આભાર માને, તે પૂરતું નથી. તેણે હંમેશા સપોર્ટ કર્યો છે. એવોર્ડ વિજેતાઓની યાદીમાં મારું નામ જોઈને ખરેખર આનંદ થયો.
દિગ્ગજ ક્રિકેટરે ઉભરતા ક્રિકેટરોને સલાહ આપતા કહ્યું કે ક્રિકેટ વિના આપણે બધા આ રૂમમાં બેસી ન શકીએ. તમે ધીમે ધીમે તમારી કારકિર્દી પરની પકડ ગુમાવવાનું શરૂ કરો છો. વિક્ષેપો હશે, પરંતુ તેને તમારા અને તમારી કારકિર્દી પર અસર ન થવા દો. જ્યારે તમારી પાસે બધું હોય, ત્યારે વસ્તુઓની કદર કરો અને તેમની સાથે યોગ્ય વર્તન કરો. તમારામાં ઘણું ક્રિકેટ છે, તમારું બધું આપો. જ્યારે તે સમાપ્ત થશે ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમે શું ગુમાવી રહ્યાં છો.