ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

ગુજરાતના વધુ એક શ્રદ્ધાળુનું મહાકુંભમાં મૃત્યુ: પત્ની અને મિત્ર દંપતી સાથે ગયા હતા પ્રયાગરાજ

Text To Speech

રાજકોટ; 1 ફેબ્રુઆરી: 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશ સહીત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યું છે કે, રાજકોટથી પત્ની અને મિત્ર દંપતી સાથે પ્રયાગરાજ આવ્યા હતા. 53 વર્ષીય આધેડને શ્વાસ ચડતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મૃત્યુનીપજતાં શુક્રવારે તેમના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. અંતિમયાત્રામાં સમાજના અગ્રણીઓ તેમજ PGVCLના સાથીકર્મચારીઓ જોડાયા હતા.

રાજકોટના પ્રતીક ટેનામેન્ટ રહેતા કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડૅવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યા હતા. જ્યાં કિરીટસિંહ રાઠોડને વહેલી સવારે ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. કિરીટસિંહ રાઠોડને પત્ની અને મિત્ર દંપતી દ્વારા સારવાર માટે સેક્ટર 20માં ઊભા કરવામાં આવેલા હોસ્પિટલ યુનિટમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા. તબિયત વધારે લથડતાં વધુ સારવાર માટે રાયબરેલી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પ્રયાગરાજથી કિરીટસિંહ રાઠોડના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત રાજકોટ લાવવામાં આવ્યો હતો અને ગઈકાલે તેમની અંતિમયાત્રામાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમના અચાનક મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચો..મહાકુંભ: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 73 દેશોના 116 ડિપ્લોમેટ સાથે સંગમમાં ડુબકી લગાવશે

Back to top button