બજેટ 2025-26: શું સસ્તું થશે, શું મોંઘું થશે, જાણો લો અહીં


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: આ બજેટ નાણાકીય વર્ષ 2025-26ના સમગ્ર 12 મહિના માટે હશે. બજેટમાં સૌ કોઈ એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે શું થશે મોંઘું અને શું થશે સસ્તું? આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે.
સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરની જાહેરાત કરી છે. સરકારે 56 દવાઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ફ્લેટ સ્ક્રીમ ટીવી પણ મોંઘા થશે. મોબાઈલ અને કેમેરા સસ્તા થશે. સરકારે દવાઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેમાં કેન્સરની દવાઓનો સમાવેશ થાય છે.
જાણો શું થશે સસ્તું
મોબાઈલ બેટરી, LED અને LCD ટીવી, કેન્સર જેવી ગંભીર દવાઓ , EV કાર, કપડાનો સામાન, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, 82 સામાન પરથી સેસ દૂર કરવામાં આવ્યો, લેધર જેકેટ, જૂતાં, બૂટ, પર્સ
અને હેન્ડલૂમ કપડાં જેવી કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે,
આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવાથી લઈને MSME,સ્ટાર્ટઅપ સુધીના વિવિધ ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે. સરકાર રાજ્યો સાથે ભાગીદારીમાં ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ કરશે. સરકાર હોમસ્ટે માટે મુદ્રા લોન આપશે, જેનાથી મુસાફરીને સરળ થશે અને પર્યટન સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં સુધારો થશે.
જાણો શું થશે મોંઘું
આયાત કરેલ યાટ્સ
આયાત કરેલ મીણબત્તીઓ
આયાત કરેલ જૂતા
સોલાર સેલ
સ્માર્ટ મીટર
ગૂંથેલું કાપડ
ફ્લેટ પેનલ ડિસ્પ્લે
આ પણ વાંચો..બજેટે બજારનો મૂડ બગાડ્યો, સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ સરક્યો