કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગર : રિલાયન્સ પાસે આવેલી થ્રી સ્ટાર હોટેલમાં ભયાનક આગ, ૪૦થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ

Text To Speech

જામનગર – જામ ખંભાળિયા હાઈવે ઉપર રિલાયન્સ કંપની નજીક આવેલા સિક્કા ગામમાં આવેલી થ્રી સ્ટાર હોટેલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લગભગ સાંજે 8 વાગ્યાના સુમારે લાગેલી આગે જોત જોતામાં ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

જિલ્લા કલેક્ટર સૌરભ પારધી પણ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્વરિત કાર્યવાહીના આપ્યા આદેશ
આ ગંભીર બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર સૌરભ પારધી પણ તુરંત જ સિક્કા જવા રવાના થયા હતા અને તેમણે ઘટનાસ્થળે રૂબરૂ પહોંચી સમગ્ર હકીકત જાણી હતી ઉપરાંત ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવા પણ આદેશ આપ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અહીંયા 40 જેટલા લોકો ફસાયા હતા જે પૈકી મોટાભાગનાને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે કે વધુ રાહત કામગીરી હાલ ચાલુ છે.

રિલાયન્સ, નાયરા, દિગ્વિજય ગ્રામ સહિતનો ફાયર કાફલો દોડી ગયો

મળતી માહિતી મુજબ જામનગરથી જામ ખંભાળિયા જતા હાઈવે ઉપર રિલાયન્સ નજીક સિક્કા ગામ પાસે આવેલી હોટેલ એલન્ટોમાં મોડી સાંજે આગ લાગી છે. બનાવની જાણ થતાની સાથે જ જામનગર ઉપરાંત રિલાયન્સ અને નાયરા જેવી મહાકાય કંપની તેમજ સિક્કા દિગ્વિજય ગ્રામ પંચાયતનો ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો છે અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

હોટેલના પાર્કીંગમાં રાખેલી કાર અને બાઈક પણ સળગી ઉઠ્યા
આ આગનો બનાવ એટલો ગંભીર છે કે તે હોટેલના પાર્કીંગમાં રાખવામાં આવેલી મોંઘીદાટ કાર પણ તે આગનો ચપેટમાં આવી ગઈ છે અને ત્યાં પાર્ક કરેલું એક બાઈક પણ સળગી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
Back to top button