ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બજેટ 2025-26: SC/ST મહિલાઓ માટે નવી સ્કીમ શરુ થઈ, 2 કરોડનો ટર્મ ઈંશ્યોરન્સ મળશે

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની 5 લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત પહેલી વાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને 5 વર્ષના ગાળામાં 2 કરોડ રુપિયાનો ટર્મ લોન આપવામાં આવશે.

આ સ્કીમમાં સ્ટેંડઅપ ઈંડિયા સ્કીમથી મળેલી શીખામણને પણ સામેલ કરવામાં આવશે. બિઝનેસને ઓનલાઈન કેવી રીતે આગળ વધારવો અને મેનેઝિરિયલ સ્કી્સને ડેવલપમેન્ટ કરવા માટે વર્કશોપનુ આયોજન કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, વધારે શ્રમવાળા ક્ષેત્રોમાં રોજગારના અવસર અને ઉદ્યમિતા વધારવા માટે સરકાર ખાસ પોલિસી બનાવશે. ભારતના ફુટવિયર અને લેદર સેક્ટરમાં ક્વાલિટી, પ્રોડક્ટિવિટી અને હરીફાઈને વધારવા માટે એક ફોક્સ પ્રોડક્ટ સ્કીમ લાગૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: બજેટના દિવસે સોનું થયું મોંઘું ચાંદીના ભાવમાં પણ થયો વધારો, જાણો આજનો રેટ

Back to top button