અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના, પ્લેશ ક્રેશ થયા બાદ ઘર અને ગાડીઓ પર પડ્યો કાટમાળ


વોશિંગટન, 1 ફેબ્રુઆરી 2025: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફરી એક વાર વિમાન દુર્ઘટના થઈ છે. એક નાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે, જે બાદ કેટલાય ઘરોમાં આગ લાગી ગઈ. આ વિમાનમાં છ લોકો બેઠા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે આ દુર્ઘટના રુસવેલ્ટ મોલ નજીક શુક્રવાર સાંજે થઈ. જે વિમાન ક્રેશ થયું. તે લિયરેજટ 55 એરક્રાફ્ટ હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રેંસન નેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતુ. આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા પરિવહન મંત્રી શોન ડફીએ કહ્યું કે એએફએએ અને નેશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડ મળીને તેની તપાસ કરશે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થયા બાદ તેનો કાટમાળ પડવાથી કેટલાય ઘર અને કારમાં આગ લાગી ગઈ. ફ્લાઈટ ડેટાથી જાણવા મળે છે કે પ્લેન સ્થાનિક સમય અનુસાર, સાંજના 6 વાગ્યે ઉડા ભરી હતી અને તે ઉડાન ભરવાની થોડી જ સેકન્ડો બાદ રડારમાંથી ગાયબ થઈ ગયું હતું.
દુર્ઘટના બાદ પેંસિલ્વેનિયાના ગવર્નર જોશ શૈપિરોએ કહ્યું કે, તેઓ મદદ માટે તમામ રાજ્ય સંસાધનોની ભલામણ કરી રહ્યા છે. ફાયર અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે સાંજના 6 વાગ્યાની આસપાસ કોટમૈન એવન્યૂ અને રુઝવેલ્ટ બુલેવાર્ડ વિસ્તારમાં દુર્ઘટના બાદ કેટલાય ઘરોમાં આગ લાગી ગઈ.
અમેરિકન રાષ્ટ્ર પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલાડેલ્ફિયા પ્લેન ક્રેશની ઘટના પર કહ્યું કે, ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશની ઘટના પર દુ:ખ છે. અમુક નિર્દોષ લોકોના મોત થયા છે. આપણા લોકો મદદમાં લાગેલા છે.
આ પણ વાંચો: ટ્રમ્પના એક નિર્ણયથી બાંગ્લાદેશીઓ મુશ્કેલીમાં મુકાયા, જાણો શું છે યુનુસ સરકારની હાલત? કેમ?