ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

વર્ષે 20 લાખ રુપિયા કમાનારા લોકોને મોટી ખુશખબર આપી શકે છે મોદી સરકાર, બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

Text To Speech

Income Tax in Budget 2025 : આજની તારીખ 1 ફેબ્રુઆરી છે. એટલે કે આજે નાણાકીય વર્ષ 2025-26નું યૂનિયન બજેટ રજૂ થવાનું છે. એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સાથે જોડાયેલ સંકેત આપી ચુક્યા છે. તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગ પર મા લક્ષ્મીની કૃપા છે. પીએમે કહ્યું હતું કે, કાલે રજૂ થનારા બજેટ દેશમાં નવો વિશ્વાસ જગાવશે. પીએમની આ વાતથી ઈન્કમ ટે્ક્સમાં છૂટની આશા વધારે મજબૂત થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ 10 લાખ રુપિયા સુધીની ઈનકમ ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરી શકે છે. દેશના કરોડો કરાતા લાંબા સમયથી ટેક્સ ફ્રી ઈનકમને વધારવાની ડિમાન્ડ કરી રહ્યા છે. ઈન્મ ટેક્સમાં છૂટ મળવાથી લોકો પાસે વધારે પૈસા બચશે. તેનાથી વપરાશ વધશે અને જીડીપી ઉપર આવશે.

હાલમાં 7.75 લાખ રુપિયા સુધી ઈન્કમ છે ટેક્સ ફ્રી

આ સમય આપની 7.75 લાખ રુપિયા સુધીની ઈન્કમ પુરેપુરી ટેક્સ ફ્રી છે. આ સમયે 75 હજાર રુપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શન સાથે 7.75 લાખ રુપિયા સુધીની ઈન્કમ પર કોઈ ટેક્સ આપવાનો નથી. તો વળી 1 લાખ રુપિયાથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

20 લાખ રુપિયા સુધી કમાનારા લોકોને ટેક્સમાં મળી શકે છે રાહત

સરકાર 20 લાખ રુપિયા સુધીની આવકવાળાને ટેક્સમાં રાહત આપી શકે છે. આ છૂટ ન્યૂ ટેક્સ રિઝીમ પસંદ કરનારાઓને મળશે. અમુક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવાયું છે કે બે નિર્ણયથી એ રાહ મળી શે છે.પહેલું 10 લાખ રુપિયા સુધીની આવ ટેક્સ ફ્રી કરવામાં આવે અને બીજું 15થી 20 રુપિયાની આવકવાળા માટે 25 ટકાથી નવો ટેક્સ સ્લેબ લાવવામાં આવે.

સરકાર પર કેટલો બોજ આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ બજેટમાં આ ઘોષણા કરી શકે છે. તો સરકારને રેવન્યૂમા 50 હજાર કરોડથી 1 લાખ કરોડ રુપિયા સુધીનું નુકસાન હશે. મોદી સરકાર વર્ષ 2023ના બજેટમાં પણ ટેક્સપેયર્સને ઈન્કમ ટેક્સમાં રાહત આપી હતી. તે સમયે નવો ટેક્સ રિઝી પસંદ કરનારા કરદાતાઓ માટે ધારા 87એમાં ટેક્સ છૂટ વધારીને 7 લાખ રુપિયા સુધી કરી દીધી હતી.

આ પણ વાંચો: Rule Changes from 1st February : LPGથી લઈને UPI સુધી, આજથી બદલાઈ ગયા આ નિયમો, ફટાફટ ચેક કરી લેજો

Back to top button