Rule Changes from 1st February : LPGથી લઈને UPI સુધી, આજથી બદલાઈ ગયા આ નિયમો, ફટાફટ ચેક કરી લેજો


નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: આજથી વર્ષ 2025નો બીજો મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનો શરુ થઈ ગયો છે. પૈસા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે કેટલીય મોટી જાહેરાતો થઈ શકે છે. જે સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરે. આજની સૌથી મોટી ઈવેન્ટ બજેટ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય લોકો સાથે જોડાયેલી કેટલીય મોટી જાહેરાતો થવાની છે.
આજે રજૂ થશે દેશનું બજેટ
નાણાકીય વર્ષ 2025-26નું સામાન્ય બજેટ આજથી સંસદમાં રજૂ થવાનું છે. આ બજેટમાં કેટલીય મોટી જાહેરાતો થઈ શકે છે. જે સીધી આપના ખિસ્સા પર અસર કરશે. આશા છે કે, નાણામંત્રી ઈન્કમ ટેક્સમાં મળૂ છૂટ મર્યાદાને 3 લાખ રુપિયાથી વધારીને 10 લાખ રુપિયા કરી શકે છે. તેનાથી કરદાતાઓને મોટી રાહત મળશે. આ ઉપરાંત 15 લાખ રુપિયાથી 20 લાખ રુપિયા સુધીની ઈનકમ પર 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે.
ઘટી ગયા એલપીજી સિલિન્ડરના ભાવ
દેશમાં આજે 1 ફેબ્રુઆરીથી 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 7 રુપિયાનો ઘટાડો આવ્યો છે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળો ગેસ સિલિન્ડરના ભાવ 1797 રુપિયા થઈ ગયા છે. આ અગાઉ 1804 રુપિયા મળી રહ્યો હતો. તો વળી ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
UPIમાં લાગૂ થયો આ નિયમ
યૂપીઆઈ યૂઝર્સ માટે આજથી મોટા ફેરફાર થવાના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ અમુ યૂપીઆઈ ટ્રાંજેક્શનને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.NPCIના નવા નિયમ અનુસાર, 1 ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સથી બનેલા યૂપીઆઈ ટ્રાંજેક્શન આઈડીથી થતી લેવડદેવડ સ્વીકાર નહીં કરે. આજથી તે યૂપીઆઈ ટ્રાંજેક્શન આઈડીથી લેવડદેવડ થઈ શકશે, જે ફક્ત અલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સના ઉપયોગથી બનેલી છે.
કોટક મહિન્દ્રા બેન્કના નવા નિયમ
કોટક મહિન્દ્રા બેન્ક 1 ફેબ્રુઆરી, 2025થી પોતાના સામાન્ય ફીચર્સ અને શુલ્કોમાં ફેરફાર લાગૂ કરી દીધા છે. આ ફેરફાર ફ્રી એટીએમ લેવડદેવડ લિમિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, RTGS, IMPS,ચેકબુક જેવી બેન્કીંગ સેવાઓથી સંબંધિત છે.
આ પણ વાંચો: બજેટ આવે તે પહેલા ખુશખબર મળી ગઈ:LPG સિલિન્ડરના ભાવ ઘટી ગયા, હવે આટલા રુપિયામાં મળશે બાટલો