બજેટ 2025: આ પાંચ શેરો પર રાખશો નજર તો થઈ શકે છે લાભ
અમદાવાદ,તા. 31 જાન્યુઆરી, 2025: આવતીકાલે મોદી સરકાર 3.0 દ્વારા વર્ષ 2025-26નું બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે તેની અસર તમામ ક્ષેત્રોમાં અનુભવાશે. જેમાં ખાસ કરીને સરકાર આગામી વર્ષે ક્યા સંબંધિત ક્ષેત્રોમાં મૂડી ખર્ચ કરવા જઇ રહી છે તે મહત્ત્વનું રહેશે. આમ હવે દરેક સટોડીયા અને રોકાણકારોની નજર શેરબજાર રહેશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરશે. સરકાર અન્ય બાબતોની સાથે વૃદ્ધિ અને આંતરમાળખાકીય ક્ષેત્રો પર ફોકસ કરશે ત્યારે નીચે જણાવેલા શેરોમાં મોટી હલચલ થવાની અપેક્ષા સેવાય છે ત્યારે તેની પર નજર રાખવી જરૂરી છે.
એલએન્ડટી
આંતરમાળખાકીય ક્ષેત્રમાં ધીમા મૂડી રોકાણે પહેલેથી જ વૃદ્ધિને અવરોધી છે જેના લીધે એલએન્ડટી જેવી હેવીવેઇટ શેરમાં મોટી અસર થઇ છે. તાજેતરના રિપોર્ટમાં જેફરીઝે જણાવ્યું હતું કે રોકાણકારો એલએન્ડટી પાસેથી અપેક્ષા સેવતા નથી, જે ગાઇડન્સને આધારે વધારાતરફી ચાલ નક્કી કરશે. જોકે એલએન્ડટીના પોતાની ઓર્ડર તેને નોંધપાત્ર વૃદ્ધિ તરફ ધકેલે છે.
અલ્ટ્રાટેક સિમેન્ટ
નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP), પ્રધાનમંત્રી ગતિશક્તિ અને ભારતમાલા પરિયોજના જેવી પહેલોને કારણે આંતરમાળખાકીય પ્રવૃત્તિઓને અને એફોર્ડેબલ હાઉસિંગને વેગ મળશે. તેની સાથે સિમેન્ટ પરનો સૂચિત જીએસટી ઘટાડો આ ક્ષેત્ર અને કંપનીને ટેકો આપે છે.
થર્મેક્સ
2025માં ઊર્જા મંત્રાલયની બજેટ ફાળવણીમાં 16 ટકાનો વધારો (રૂ. 20,502 કરોડ) અનુભવાયો હતો અને 2026માં પણ તે ફાળવણી સતત રાખવામાં આવે તેવી શક્યતા સેવાય છે. થર્મેક્સ ક્લિન એનર્જી અને ઔદ્યોગિક ઊર્જા પર ફોકસ કરે છે ત્યારે તેમાં પણ વૃદ્ધિની પૂરી શક્યતા છે. તદુપરાંત ટકાઉ ઊર્જા તરફ પણ મોટું પરિવર્તન આવ્યું છે. આ કંપનીને ક્લિન એનર્જી પર ફોકસ કરવાનો લાભ પૂરેપૂરો મળશે તેમ મનાય છે.
હિન્દુસ્તાન એરોનૌટિક્સ
સંરક્ષણ મંત્રાલયે 2025ને સુધારાના વર્ષ તરીકે ગણાવ્યું હતું, તેની સાથે આધુનિકીકરણ અને સ્થાનિકીકરણ પર ભાર મુકવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન એરોનૌટિક્સ લિમીટેડ (HAL)એ 2024માં વાર્ષિક ધોરણે 50-52 ટકાની વૃદ્ધિ અનુભવી હતી (આશરે રૂ. 40,000 કરોડ) અને 2025માં તે વધીનેરૂ. 60,000 કરોડને વટાવે તેવી શક્યતા છે. જીઇ જેવી વૈશ્વિક મહાકાય કંપની સાથેનું સંયુક્ત સાહસ તેને ટોચની સંરક્ષણ ક્ષેત્રેની OEM બનાવે છે. સ્થાનિકીકરણને કારણે આગામી પાંચ વર્ષોમાં તેની શેરદીઠ કમાણી 20 ટકાના સીએજીઆર દરે વધે તેવો અંદાજ જેફરી સેવે છે.
વારી એનર્જીસ
સરકારે જ્યારે પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) ઊર્જા પર ભાર મૂક્યો છે તેના કારણે 2024માં ભારતે તેની ક્ષમતામાં નોંધપાત્ર ઉમેરો કર્યો છે. વારી એનર્જીસ વૈશ્વિક વિસ્તરણ યોજનાઓને એડવાન્સ બનાવવાની પ્રક્રિયામાં છે અને હ્યુસ્ટનમાં 1.6 GW મોડ્યૂલ સવલત ઇન્સ્ટોલ કરવાનું વિચારી રહી છે. તેની સાથે કંપની ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે પર વિવિધ સંયુક્ત સાહસો ધરાવે છે.
આ પણ વાંચોઃ આર્થિક વિશ્લેષણ પૂર્વે શેરબજારમાં તેજી, કાલે બજેટ