ગુજરાતમાંથી 77 કરોડનું કૌભાંડ કરી ભાગી જનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
નવી દિલ્હી, 30 જાન્યુઆરી 2025: ઈન્ટરપોલ રેડ નોટિસ અંતર્ગત થાઈલેન્ડ અને અમેરિકાથી બે ભાગેડૂને ભારત લાવવામાં આવ્યા છે. આ લોકો તમિલનાડૂ અને ગુજરાતમાં અલગ અલગ મામલામાં વોન્ટેડ હતા. સીબીઆઈએ આ ઓપરેશનને પાર પાડ્યું છે. આ ભાગેડૂમાંથી એક જનાર્થન સુંદરમ છે. જનાર્થન સુંદરમ પર પોંઝી સ્કીમ અંતર્ગત રોકાણકારો પાસેથી 87 કરોડ રુપિયાથી પણ વધારેની છેતરપીંડી કરવાનો આરોપ છે.
તમિલનાડૂ પોલીસે કલોકાતામાં કર્યો ધરપકડ
તેમણે જણાવ્યું કે પોંઝી સ્કીમ દ્વારા રોકાણકારોને 87 કરોડ રુપિયાથી પણ વધારેનો ચૂનો લગાવવાના આરોપમાં જમાર્દન સુંદરમને બેન્કોંકથી ભારત મોકલી દીધો હતો અને તમિલનાડૂ પોલીસે કોલકાતા એરપોર્ટ પર તેની ધરપકડ કરી લીધી હતી.
તે તમિલનાડૂ પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા ગુનાહિત ષડયંત્ર, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપીંડી, વ્યાજની ચુકવણીમાં ગરબડ, અનિયમિત જમા યોજના પ્રતિબંધ અધિનિયમ 2019 અંતર્ગત કરવામાં આવેલા ગુનામાં તે આરોપી હતો.
Two fugitives- Virendrabhai Manibhai Patel, Janarthanan Sundaram- having Interpol Red Notice against them arrested after their return from the USA and Thailand in an operation coordinated by the CBI. One was wanted by the Tamil Nadu police and another by Gujarat Police in cases… pic.twitter.com/wc5pKELe6w
— Press Trust of India (@PTI_News) January 29, 2025
સીબીઆઈના એક પ્રવક્તાએ કહ્યું કે, સીબીઆઈએ તમિલનાડૂ પોલીસના અનુરોધ પર 21 જૂન 2023ના રોજ ઈન્ટરોપલથી તેના વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી.
વીરેન્દ્ર ભાઈ પર 77 કરોડ રુપિયાનું કૌભાંડ કરવાનો આરોપ
તો વળી બીજા ઓપરેશનમાં છેતરપીંડી અને ગુનાહિત કાવતરાના એક અન્ય કેસમાં ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ વોન્ટેડ વીરેન્દ્રભાઈ મણિભાઈ પટેલને અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી છે. સીબીઆઈએ વીરેન્દ્ર ભાઈની વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી.
ફ્રોડના એક કેસમાં ગુજરાત પોલીસના અનુરોધ પર આરોપી વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી. ગુજરાત પોલીસે 2002માં ગુનાહિત ષડયંત્ર, દસ્તાવેજની હેરફેર, નકલી દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપીંડી અને બેઈમાનીથી સંપત્તિ ટ્રાંસફર કરવાના મામલો નોંધ્યો હતો. વીરેન્દ્ર પટેલ પર 77 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોનું આવી બનશે, ટ્રમ્પ એવી જગ્યા મોકલી દેશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય