ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લિવ ઈન રિલેશનને લઈ રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ, સરકારે આ કામ કરવું પડશે

Text To Speech

જયપુર, 30 જાન્યુઆરી 2025: રાજસ્થાન હાઈકોર્ટની એક પીઠે રાજ્ય સરકારને સહજીવન (લિવ ઈન રિલેશન) સંબંધોને રજીસ્ટર્ડ કરવા માટે એક પોર્ટલ શરુ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેટલાય લિવ ઈન કપલની અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ અનૂપ કુમાર ઠંડે કહ્યું કે, જ્યાં સુધી આવો કાયદો નથી આવતો લિવ ઈન સંબંધોને સક્ષમ પ્રાધિકારી/ન્યાયાધિકરણ પાસે રજીસ્ટર્ડ થવા જોઈએ. અરજીમાં લિવ ઈન કપલને સુરક્ષા આપવાની પણ માગ કરી છે. પીઠે કહ્યું કે, કેટલાય કપલ, લિવ ઈન સંબંધમાં રહે છે અને પોતાના સંબંધોને સ્વીકાર કરવાના કારણે તેમને પરિવાર અને સમાજના અન્ય લોકોથી ખતરો છે. એટલા માટે રિટ અરજી દાખલ કરીને કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે અને પોતાના જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા માટે અનુરોધ કરી રહ્યા છે.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું કે, સંબંધોમાં રહેવાનો વિચાર અનોખો અને આકર્ષક લાગી શકે છે, પણ વાસ્તવમાં તેનાથી ઊભી થતી સમસ્યાઓ કેટલીય છે. સાથે જ પડકારો પણ છે. આવા સંબંધોમાં મહિલાઓની સ્થિતિ પત્ની જેવી નથી હોતી અને તેને સામાજિક સ્વીકૃતિ અથવા પવિત્રતાનો અભાવ હોય છે. પીઠે કહ્યું કે, લિવ ઈન સંબંધ કરારને સરકાર દ્વારા સ્થાપિત સક્ષમ અધિકારી પાસે રજીસ્ટર્ડ થવા જોઈએ. તેમણે કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં આવા લિવ ઈન સંબંધોને રજીસ્ટર્ડ મામલાને જોવા માટે એક સમિતિ બનાવવી જોઈએ,જે આવા કપલની ફરિયાદ પર ધ્યાન આપે અને તેમનું નિવારણ કરશે. આ સંબંધમાં એક વેબસાઈટ અથવા વેબપોર્ટ શરુ કરે, જેથી આ સંબંધોના કારણે સામે આવતી તકલીફોનું સમાધાન થઈ શકે છે.

પીઠે આપ્યા નિર્દેશ

પીઠે નિર્દેશ આપ્યા છે કે આદેશની એક કોપી રાજસ્થાન સરકારના મુખ્ય સચિવ, વિધિ અને ન્યાય વિભાગના મુખ્ય સચિવ તથા ન્યાય અને સમાજ કલ્યાણ વિભાગ, નવી દિલ્હીના સચિવને જોવા માટે મોકલો, જેથી આ ન્યાયાલય દ્વારા જાહેર આદેશ/નિર્દેશોનું અનુપાલન હેતુ જરુરી કાર્યવાહી કરી શકાય. કોર્ટે એક માર્ચ 2025 સુધી અથવા તેની પહેલા આ ન્યાયલય સમક્ષ અનુપાલન રિપોર્ટ રજૂ કરવા તથા તેમના દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાથી આ ન્યાયાલયને અવગત કરાવાના પણ નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો: મહાકુંભ 2025ને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય: તમામ VIP પાસ રદ કર્યા, મેળામાં નહીં જઈ શકે ગાડીઓ

Back to top button