ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં મોટી દુર્ઘટના: લેન્ડિંગ દરમ્યાન હેલીકોપ્ટર સાથે અથડાયું US એરલાઈનનું વિમાન

Text To Speech

વોશિંગટન ડીસી, 30 જાન્યુઆરી 2025: અમેરિકામાં એક ભીષણ હવાઈ દુર્ઘટના થઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકી એરલાઈન્સ ફ્લાઈટ 5342 બુધવારે વોશિંગટન ડીસીના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પાસે એક બ્લેક હૉક હેલીકોપ્ટર સાથે લેન્ડિંગ સમયે અથડાઈ ગયું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટ રદ કરી દીધી છે. રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટે બુધવાર મોડી રાતે આ નિવેદન જાહેર કરી તેની પુષ્ટિ કરી છે.

વિમાન દુર્ઘટનાની સૂચના મળતા જ ઈમરજન્સી કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં કરી હતી. વોશિંગટન ડીસી ફાયર ડિપાર્ટમેન્ટે અલગથી પુષ્ટિ કરી છે. તો વળી વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, ટ્રમ્પને આ સ્થિતિથી માહિતગાર કર્યા છે.

અમેરિકી એરલાઈન્સની વેબસાઈટ અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત જેટમાં 65 મુસાફરો બેસવાની ક્ષમતા છે. તો વળી અમેરિકી સીનેટર ટેડ ક્રૂઝે કહ્યું કે, આ ઘટનામાં કેટલાય લોકોના મોત થયા છે. તેમણે ટ્વિટ કર્યું, જો કે અમને હજુ સુધઈ જાણવા નથી મળ્યું કે, વિમાનમાં સવાર કેટલા લોકો મર્યા છે. પણ અમને ખબર છે કે અમુક લોકોના મૃત્યુ થયા છે.

આ દુર્ઘટના બાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. ડીસી પોલીસનું કહેવું છે કે પ્લેનનું જે હેલીકોપ્ટર સાથે ટક્કર થઈ છે, તે મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટનું હતું. વોશિંગટન ડીસીના સીનેટર ઝેરી મોરને કહ્યું કે, પ્રાપ્ત વિગતો અનુસાર, કંસાસથી આવી રહેલુ પ્લેન ક્રેશ થઈ ગયું છે.

આ પણ વાંચો: મહાકુંભ 2025ને લઈ યોગી સરકારનો મોટો નિર્ણય: તમામ VIP પાસ રદ કર્યા, મેળામાં નહીં જઈ શકે ગાડીઓ

Back to top button