ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં ભાગદોડ થતાં પીએમ મોદીની પ્રતિક્રિયા આવી, દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું

Text To Speech

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે સવારથી લગભગ 3.5 કરોડથી વધારે લોકો ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ચુક્યા છે. જો કે બુધવારે સવારે 1થી 1.30 કલાકની આસપાસ મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં કેટલાય લોકો ઘાયલ થઈ ગયા હતા. મહાકુંભ વિસ્તારમાં હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હવે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને આ દુર્ઘટના પર શોક પ્રકટ કર્યો છે.

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા દુર્ઘટના બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલ દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. તેમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિજનોને ખોયા છે, તેમને પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેની સાથે જ હું તમામ ઘાયલોને શીધ્ર સ્વસ્થ થવાની કામના કરુ છું. સ્થાનિક પ્રશાસન પીડિતોની દરેક સંભવ મદદ કરવામાં લાગી ગયો છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી યોગીજી સાથે પણ વાતચીત કરી અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર થઈ રહેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે. પીએમ મોદીએ મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ શ્રદ્ધાળુઓને સુરક્ષિત પ્રયાગરાજમાંથી કાઢવા માટે રેલવેની તૈયારી વિશે જાણકારી લીધી. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પીએમ મોદીને પ્રયાગરાજમાં રેલવે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે જાણકારી આપી છે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને કહ્યું કે, આજે 360થી વધારે ટ્રેન પ્રયાગરાજથી ચલાવવામાં આવી રહી છે. પીએમ મોદીને રેલ મંત્રીએ જણાવ્યું કે, પ્રયાગરાજના કેટલાય રેલવે સ્ટેશન પર દર 4 મિનિટમાં એક ટ્રેન આવી અને જઈ રહી છે. પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશન પર આપીએફ અને જીઆરપીના જવાનોને ભીડને કાબૂમાં કરવા માટે તૈનાત ક્રયા છે. કલર રોડના હિસાબથી યાત્રીઓને સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં આવેલો સંગમ નોઝ શું છે? જ્યાં પહોંચવા માટે અફરાતફરી મચી ગઈ, જાણો શું છે તેનું મહત્ત્વ

Back to top button