ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

સેનાના હવાલે કેમ ન કર્યો મહાકુંભ મેળો? આટલી ભીડને કાબૂ કરવી પોલીસનું ગજું નથી:મહામંડલેશ્વર સ્થિતિ જોઈ રડી પડ્યા

Text To Speech

પ્રયાગરાજ 29 જાન્યુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ મચી જતાં સરકાર અને પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ આ ઘટના બાદ કહ્યું કે, જેટલી ભીડ હતી, તેને પોલીસ સંભાળી શકી નથી. આ પોલીસનું કામ નથી, કે સંભાળી શકે. સેનાને હવાલે મહાકુંભ કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે, સંતોએ શરુઆતથી જ આ મેળાને સેનાના હવાલે કરવાની માગ કરી હતી.

ભાગદોડ બાદ મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, હજુ પણ સમય છે મેળાને સેનાના હવાલે કરી દેવામાં આવે.

પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ કહ્યું કે, અમે પહેલા પણ કહ્યું હતું કે કુંભની સુરક્ષાને સેનાના હવાલે કરી દેવામાં આવે પણ કોઈએ અમારી વાત માની નહીં. આટલી જનતા આવ્યા બાદ પોલીસ આ ભીડ સંભાળી શકે તે ગજું નથી. મેં અખાડામાં પોતાના સાથીઓને કહીને આવ્યો છે કે, તમે લોકો અહીંથી એવી જાહેરાત ન કરતા કે આ બધું થયું છે. તમે ધીમે ધીમે ભક્તોને પોતાના કેમ્પ તરફ પાછા વળવાનું કહી દો. કારણ કે તેનાથી ત્યાં ભાગદોડ મચવાની આશંકા છે. જો કુંભ મેળો સેનાના હવાલે કર્યો હોત મને નથી લાગતું કે આટલી મોટી દુર્ઘટના થાત.

તો વળી અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું કે, જે ઘટના થઈ છે, તેનાથી અમે દુ:ખી છીએ. અમારી સાથે હજારો શ્રદ્ધાળુઓ હતા. જાહેર હિતમાં અમે નિર્ણય લીધો છે કે, આખાડા આજે સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરુ છું કે, તેઓ આજની જગ્યાએ વસંત પંચમી પર સ્નાન માટે આવે. સાથે જ આ ઘટના એટલા માટે થઈ કેમ કે શ્રદ્ધાળુઓ સંગમ ઘાટ જવા માગતા હતા. તેની જગ્યાએ તેમને જ્યાં પણ પવિત્ર ગંગા દેખાય, ત્યાં ડુબકી લગાવી જોઈએ. તેમાં પ્રશાસનની કોઈ ભૂલ નથી. કરોડો લોકોને સંભાળવા નાની વાત નથી. આપણે અધિકારીઓ સાથે સહયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: મહાકુંભમાં રાતના દોઢ વાગ્યે અચાનક કેમ ભાગદોડ મચી ગઈ, અસલી કારણ સામે આવી ગયું

Back to top button