મહાકુંભમાં રાતના દોઢ વાગ્યે અચાનક કેમ ભાગદોડ મચી ગઈ, અસલી કારણ સામે આવી ગયું
પ્રયાગરાજ, 29 જાન્યુઆરી 2025: મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન શરુ થતાં પહેલા સંગમ નગરીમાંથી માઠા સમાચાર આવ્યા છે. અહીં મોડી રાતે લગભગ દોઢ વાગ્યે અચાનક ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે કેટલાય શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા. સાથે જ 17 શ્રદ્ધાળુઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે. સાધુ અને અન્ય શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ન થાય, એટલા માટે અખાડાએ ખુદ સ્નાન રોકવાનો નિર્ણય લીધો છે. પણ સૌ કોઈના મનમાં એ સવાલ થાય છે કે આખરે ભાગદોડ મચી કેવી રીતે?
મહાકુંભમાં સમયમાં ખચાખચ ભીડ છે. ચાલવામાં પણ લોકોને ભારે તકલીફ પડી રહી છે. મોડી રાતે 1.30 કલાકે જ્યારે શ્રદ્ધાળુઓ મેળામાં પગપાળા જઈ રહ્યા હતા, તો અચાનક સંગમ નોઝ પર એક બેરિયર તૂટી ગયું. આ કારણે ભાગદોડ મચી ગઈ. પણ તેની પાછળ એવું પણ કહેવાય છે કે મહાકુંભ મેળા વિસ્તારમાં ભીડ એટલી હતી કે અમુક મહિલાઓનો દમ ઘુંટાવા લાગ્યા. ત્યાર બાદ તેઓ બીજા પર પડવા લાગ્યા. આ જ કારણે ત્યાં બેરિકેડિંગ તૂટી ગયું અને જોત જોતામાં ભાગદોડ મચી ગઈ.
ભાગદોડ બાદ અખાડાના સ્નાન માટે જે જગ્યા ખાલી કરાવી હતી, ત્યાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી ગઈ છે. લોકોનું કહેવું છે કે, તમામ રસ્તા બંધ કરી દીધા છે. જેના કારણે જે રસ્તા ખુલ્લા હતા, ત્યાં પણ ભીડ થવા લાગી છે. આ જ કારણ છે કે કેટલાય લોકોના દમ ઘુંટાવા લાગ્યા અને દબાઈ ગયા. ત્યાર બાદ ભાગદોડ જેવી સ્થિતિ બની ગઈ. ડ્યૂટીમાં તૈનાત પોલીસકર્મીએ જણાવ્યું કે, 30થી 35 લોકોએ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. મેળા વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડમાં આવેલી હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરાવ્યા છે.
આ પણ વાંચો: મહાકુંભમાં ભાગદોડ બાદ સીએમ યોગીની શ્રદ્ધાળુઓને અપીલ, જે ઘાટ પર હોવ ત્યાં જ સ્નાન કરવું, નિર્દેશોનું પાલન કરો