ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં ભાગદોડ બાદ સીએમ યોગીની શ્રદ્ધાળુઓને અપીલ, જે ઘાટ પર હોવ ત્યાં જ સ્નાન કરવું, નિર્દેશોનું પાલન કરો

Text To Speech

પ્રયાગરાજ, 29 જાન્યુઆરી 2025: આજે પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાનનો બીજો દિવસ છે. મૌની અમાવસ્યાના અવસર પર પ્રયાગરાજમાં 10 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ સ્નાન કરશે તેવું અનુમાન છે. આ દરમ્યાન પ્રયાગરાજમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. તથા 10થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. આ દરમ્યાન હવે સીએમ યોગી આદિત્યનાથએ પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ મા ગંગાના જે ઘાટ નજીક છે, તેઓ એ જ ઘાટ પર સ્નાન કરે. સંગમ નોઝ તરફ જવાનો પ્રયાસ ન કરે. શ્રદ્ધાળુઓના સ્નાન માટે કેટલાય ઘાટ બનાવ્યા છે.ત્યાં જ સ્નાન કરે. પ્રશાસનના નિર્દેશોનું પાલન કરો અને વ્યવસ્થા બનાવી રાખવામાં મદદ કરો. સાથે જ કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો.

મહાકુંભમાં ભાગદોડ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. શાહે સ્થિતિની સમીક્ષા કરી અને સીએમ યોગીને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો આપ્યો છે.

અખાડા અને નાગા સાધુઓ માટે જે રસ્તા બંધ હતા, તેને હવે જનતા માટે ખઓલી દેવામાં આવ્યા છે, જેથી ભીડ ઓછી થાય અને લોકો જલદી સ્નાન કરી શકે.

મહાકુંભમાં બનેલી આ ઘટના બાદ અખાડાએ અમૃત સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરી દીધું છે. તમામ 13 અખાડાનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું છે. ભાગદોડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો મહાકુંભમાં ક્રાઉડ ડાયવર્ઝન પ્લાન લાગૂ કર્યો છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી રોકી દેવામાં આવી છે. શહેરની બહાર પણ શ્રદ્ધાળુઓનો જથ્થો રોકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પ્રયાગરાજ: મહાકુંભમાં ભાગદોડ મચી જતાં 10 થી વધારે શ્રદ્ધાળુઓના મૃત્યુ, અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કર્યું

Back to top button