પ્રયાગરાજ: મહાકુંભમાં ભાગદોડ મચી જતાં 10 થી વધારે શ્રદ્ધાળુઓના મૃત્યુ, અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કર્યું
પ્રયાગરાજ, 29 જાન્યુઆરી 2025: મહાકુંભમાં બીજા અમૃત સ્નાન પર્વ મૌની અમાવસ્યા પહેલા પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 10થી વધારે મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. ઘટના બાદ પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. વિશેષ સતર્કતા રાખી અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya pic.twitter.com/QQt4BSIKFr
— ANI (@ANI) January 28, 2025
લોકોને સંગમ વિસ્તાર બહાર કાઢવા માટે બેરિકેડિંગ હટાવી દીધી છે. જો કે હજુ પણ સંગમ તટ પર લોકોની ભીડ લાગેલી છે. ભાગદોડ બાદ લોકો કોઈ પણ રીતે સંગમ તટ તરફ જવાની કોશિશમાં છે. સાધુ સંતો લોકોને સંગમ તટ સુધી ન જવાની અપીલ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, 13 જાન્યુઆરીથી શરુ થતાં મહાકુંભમાં અત્યાર સુધીમાં 15 કરોડ લોકો ગંગામાં ડુબકી લગાવી ચુક્યા છે. આજે એટલે કે બુધવારે મૌની અમાવસ્યા પર જ 10 કરોડથી વધારે શ્રદ્ધાળુઓ પહોંચવાની આશા વ્યક્ત કરી રહી છે.
#WATCH | Prayagraj, Uttar Pradesh: A huge number of people gather at the Ghats of Triveni Sangam for the ‘Amrit Snan’ on the occasion of Mauni Amavasya.
In the first 15 days of #Mahakumbh2025 that began on January 13th – Paush Purnima, over 15 crore devotees have taken a holy… pic.twitter.com/pw5y3wAWwL
— ANI (@ANI) January 28, 2025
મહાકુંભમાં થયેલી ભાગદોડ મામલે પીએમ મોદીએ પણ એક્ટિવ થઈ ગયા છે. તેમણે એક કલાકની અંદર બીજી વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. પીએમ મોદીએ બીજી વાર વાતચીતમાં ઘટનાક્રમની સમીક્ષા અને તાત્કાલિક મદદ ઉપાય કરવાનુ આહ્વાન કર્યું છે.
મહાકુંભમાં મચેલી ભાગદોડ બાદ ગૃહમંત્રી અમિત શઆહે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે. આ દરમ્યાન પંચાયતી નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીએ કહ્યું કે, ભીડ ખૂબ જ વધારે છે. ભીડને જોતા અખાડા પરિષદે નિર્ણય લીધો છે અમે વસંત પંચમી પર સ્નાન કરીશું.
આ પણ વાંચો: પ્રયાગરાજ: મહાકુંભમાં ભાગદોડ મચી જતાં 10 થી વધારે શ્રદ્ધાળુઓના મૃત્યુ, અખાડા પરિષદે અમૃત સ્નાન રદ કર્યું