રાજકોટ T20 મેચ : કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
- ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પ્લેઈંગ 11માં વાપસી
રાજકોટ, 28 જાન્યુઆરી : ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બે મેચ જીતીને ભારતીય ટીમે આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
કેપ્ટન સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને તક આપવામાં આવી છે. ODI વર્લ્ડ કપ 2023 બાદ શમી ભારતીય ટીમમાં પરત ફર્યો છે.
ઈંગ્લેન્ડે આ ત્રીજી મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ત્રીજી T20 મેચ માટે પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ઇંગ્લિશ ટીમ આ સિરીઝની પ્રથમ 2 મેચ હારી ચૂકી છે. આ હોવા છતાં, બટલરે તેના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.