લાવાએ લોન્ચ કર્યો સૌથી સસ્તો સ્માર્ટફોન: શાનદાર લુક અને ફીચર્સ જોઈ યુઝર્સ થયા દિવાના


નવી દિલ્હી, ૨૮ જાન્યુઆરી: સ્થાનિક સ્માર્ટફોન બ્રાન્ડ લાવાનો નવો સ્માર્ટફોન લાવા યુવા સ્માર્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ લાવાનો એક બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. આ ફોન ભારતમાં 6,000 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન 3 અદભુત રંગ વિકલ્પો ગ્લોસી બ્લુ, ગ્લોસી વ્હાઇટ અને ગ્લોસી લવંડરમાં આવશે. આ ફોનમાં 64 જીબી રેમ સપોર્ટ હશે. આ ફોનમાં 5000mAh ની મોટી બેટરી આપવામાં આવશે. ઉપરાંત, ફોનમાં 13MP રીઅર કેમેરા સેન્સર સપોર્ટ મળશે.
શું તમે સસ્તામાં સારો ફોન ખરીદવાનું વિચારી રહ્યા ચો. તો આ સમાચાર ફકત તમારા માટે જ છે. લાવાએ ભારતમાં વધુ એક એન્ટ્રી-લેવલ બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ લાવા યુવા સ્માર્ટ છે. આ એક 4G સ્માર્ટફોન છે, જેમાં યુઝર્સને 5000mAh બેટરી અને 13MP ડ્યુઅલ કેમેરા સેટઅપ પણ મળશે. લાવાએ તેની યુવા શ્રેણીને આગળ ધપાવતા આ નવો ફોન લોન્ચ કર્યો છે, જેની સાથે કંપની એક વર્ષની વોરંટી આપી રહી છે અને આ સમયગાળા દરમિયાન વપરાશકર્તાઓને ઘરે બેઠા મફત સેવા મળશે.
જાણો કિંમત વિશે ?
આ ફોન ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. ફોનની કિંમત 6,699 રૂપિયા છે. આ ફોન 8 ટકા ડિસ્કાઉન્ટ પછી 6,099 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી 5 થી 10 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર 1 વર્ષની વોરંટી ઉપલબ્ધ છે.
જાણો ફીચર્સ વિશે?
લાવાએ આ બજેટ ફોનના પાછળના ભાગમાં ગ્લોસી બેક ડિઝાઇન આપી છે, જે પ્રીમિયમ ફોન ડિઝાઇન જેવી લાગે છે. આ ફોનની જાડાઈ 8.8mm છે, જ્યારે તેનું વજન 193.3 ગ્રામ છે. આ ફોનમાં 6.75-ઇંચ HD+ LCD સ્ક્રીન છે, જેનું રિઝોલ્યુશન 720 x 1600 છે અને રિફ્રેશ રેટ 60Hz છે. કંપનીએ આ ફોન ઓક્ટા-કોર 28nm UNISOC 9863A ચિપસેટ સાથે લોન્ચ કર્યો છે, જેની સાથે GPU માટે PowerVR GE8322 GPU નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ગો એડિશન પર આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. આ ફોનના પાછળના ભાગમાં 13MP પ્રાઇમરી કેમેરા છે જેમાં LED કેમેરા અને AI કેમેરા લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે.
આ પણ વાંચો..સતત બીજા દિવસે સોનું થયું સસ્તું: જાણો આજનો લેટેસ્ટ ભાવ