કર્મચારીઓને જલસો: અઠવાડીયામાં ખાલી 4 જ દિવસ કામ કરવાનું, કોણે કર્યો આ નિર્ણય?


4 Day In Week Rule (28 જાન્યુઆરી 2025): એક તરફ ભારતમાં અમુક લોકો અઠવાડીયામાં 70થી 90 કલાક કામ કરવાની સલાહ આપી રહ્યા છે. તો વળી બીજી તરફ યૂકેની કમસે કમ 200 જેટલી કંપનીઓએ એવો નિર્ણય લીધો છે, જેના કારણે કર્મચારીઓને જલસો પડી ગયો છે. દ ગાર્જિયનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, યૂનાઈટેડ કિંગડમમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા કમસેકમ 200 જેટલી બ્રિટિશ કંપનીઓએ પોતાના કર્મચારીઓ માટે સેલરી ઘટાડ્યા વિના અઠવાડીયામાં ખાલી 4 જ દિવસ કામ કરવાનો નિયમ લાગૂ કર્યો છે. આ પરિવર્તન 4 ડે વીક ફાઉંડેશન તરફથી સમર્થિત છે અને તેમાં માર્કેટિંગ, ટેકનોલોજી, ચેરિટી અને આઈટી સેક્ટરની કંપનીઓની ભાગીદારી વધારે છે.
4 ડે વર્કિંગ પેટર્નના સમર્થન કરનારાઓનું માનવું છે કે 5 ડે વર્કિંગ પેટર્ન જૂના આર્થિક યુગથી વારસામાં મળી છે અને તેને બદલવાની જરુર છે. 4 ડે વીક ફાઉંડેશનના અભિયાન નિદેશક જે રાઈલે કહ્યું કે 9-5ની વર્કિંગ પેટર્ન 100 વર્ષ પહેલા બની હતી અને હવે તે આધુનિયક યુગમાં લાગૂ નથી પડતી. રાઈલે કહ્યું કે, અઠવાડીયામાં 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને વધારે ખાલી સમય અને સારુ જીવન જીવવાની આઝાદી મળશે. તેની સાથે જ આ ક્લાઈંટ માટે પણ પ્રોડક્શન વધારવા અને કર્મચારીઓને આકર્ષિત કરવાની એક શાનદાર રીત છે.
કોવિડ 19 બાદ વર્ક કલ્ચરમાં ફેરફાર
કોવિડ 19 મહામારી દરમ્યાન ઘરેથી કામ કરવાની પેટર્ને કેટલાય કર્મચારીઓના પરંપરાગત કાર્ય પદ્ધતિથી અલગ કરી દીધા. જ્યારે કેટલીય અમેરિકી કંપનીઓ, જેમ કે જેપી મોર્ગન ચેસ અને અમેઝોનના કર્મચારીઓ અઠવાડીયામાં પાંચ જ દિવસ ઓફિસ આવવાનો આદેશ આપ્યો તો તેનો વિરોધ જોવા મળ્યો. કેટલાય કર્મચારીઓએ આ આદેશ વિરુદ્ધ ઘરેથી કામ કરવાનો અધિકાર માગ્યો.
અઠવાડીયામાં 4 દિવસ કામ કરવાના ફાયદા
સ્પાર્ક માર્કેટ રિસર્ચના સર્વે અનુસાર, યુવાનોનું કહેવું છે કે, માનસિક સ્વાસ્થ્ય અને સમગ્ર કલ્યાણ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ચાર દિવસીય અઠવાડીયાથઈ તેમની જીવનની ગુણવત્તાને સુધારનારુ એક મહત્વનું પાસું છે.
આ પણ વાંચો: નવું ભારત/ એક સમયે આયાત પર નિર્ભર રહેતા દેશની નિકાસના દરમાં વધારો