ઈન્ફોસિસના સહ સંસ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન સહિત અન્ય 17 પર SC/ST એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ


બેંગલુરુ, 28 જાન્યુઆરી 2025: ઈન્ફોસિસના સહ સંસ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન અને પૂર્વ IISc ડાયરેક્ટર બલરામ સહિત 18 લોકો પર SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત મામલો નોંધાયો છે. આ કેસ કર્ણાટકના બેંગલુરુના સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ મામલો 71માં સિટી સિવિલ અને સેશન કોર્ટના નિર્દેશ પર નોંધાયો છે. ફરિયાદકર્તા દુર્ગપ્પા, જે આદિવાસી બવી સમુદાયના છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે.
આ મમાલામાં અન્ય જે લોકોના નામ સામેલ છે, તેમાં ગોવિંદન રંગરાજન, શ્રીધર વારિયર, સંધઅયા વિશ્વસવરૈયા, હરિ કેવીએસ, દાસપ્પા, બલરામ પી, હેમલતા મિષી, ચટ્ટોપાધ્યાય,પ્રદીપ ડી સાવકર અને મનોહરન જેવા મોટા નામો સામેલ છે.
શું છે મામલો
દુર્ગપ્પા IIScના સેન્ટર ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીમાં ફેકલ્ટી મેમ્બર હતા. તેમનો આરોપ છે કે, 2014માં તેમને એક હની ટ્રેપ કેસમાં ખોટા ફસાવ્યા અને બાદમાં નોકરીમાંથી કાઢી મુક્યા. દુર્ગપ્પાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને જાતિસૂચક શબ્દોથી અપમાનિત કર્યા અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. ફરિયાદકર્તા દુર્ગપ્પાએ ન્યાયની માગ કરતા કહ્યું કે, તેમને સમુદાય અને વર્ગના આધાર પર ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.
હાલમાં આ મામલામાં IISc પ્રશાસન અથવા ક્રિસ ગોપાલકૃષ્ણન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણન
ઈન્ફોસિસના સહ સંસ્થાપક ક્રિસ ગોપાણકૃષ્ણન 2007થી 2011 સુધી કંપનીના સીઈઓ અને એમડી રહી ચુક્યા છે. તેમને 2011માં ભારત સરકાર દ્વારા દેસની ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા.