મહાકુંભ 2025: શાહી સ્નાન પહેલા ભીડ બેકાબૂ થઈ, 10 પુલ બંધ કરતા લોકો ગુસ્સે થયાં, SDMની ગાડીમાં તોડફોડ કરી
પ્રયાગરાજ, 28 જાન્યુઆરી 2025: પ્રયાગરાજમાં લાગેલા મહાકુંભ મેળામાં કરોડો લોકો ડુબકી લગાવવા પહોંચી રહ્યા છે. મૌની અમાવસ્યાના બે દિવસ પહેલા સોમવારે મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. તેને જોતા 10થી વધારે પાંટૂન પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુલ બંધ થવાના કારણે લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો ગુસ્સે થયેલા લોકોએ સેક્ટર 20માં વિરોધ પ્રદર્શન કર્યા. દરમ્યાન લોકો અને પોલીસની વચ્ચે બોલાચાલી પણ થઈ. ઉગ્ર ભીડે સબ ડિવીઝનલ મજિસ્ટ્રેટની ગાડીમાં તોડફોડ પણ કરી.
શ્રદ્ધાળુઓએ તોડ્યા બેરિકેડ
મહાકુંભ મેળામાં સોમવારે શ્રદ્ધાળુઓની એટલી ભીડ જામ થઈ ગઈ કે, પ્રશાસનની તમામ વ્યવસ્થા ફેલ થઈ ગઈ. વધતી ભીડને જોતા પોલીસે લોકોને બીજી દિશા તરફ મોકલવાના શરુ કરી દીધા. જેનાથી લોકોમાં ગુસ્સો ફેલાયો. ઉગ્ર ભીડે એસડીએમની ગાડીમાં તોડફોડ કરી. મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર કુંભમાં શ્રદ્ધાળુઓની ભીડને લઈને પહેલાથી જ વ્યવસ્થા કરી છે. જેને લઈને પ્રશાસન અને પોલીસે પહેલાથી જ ઝોનલ પ્લાન બનાવી દીધો હતો.
10થી વધારે પાંટૂન પુલોને બંધ કરી દીધા
પોલીસનો પ્લાન હતો કે 29 જાન્યુઆરીને સ્નાન માટે શ્રદ્ધાળુઓને એક દિશા તરફ લઈ જવામાં આવશે. તો વળી સ્નાન બાદ શ્રદ્ધાળુઓની દિશામાંથી જ પરત ફરવામાં આવશે. પણ સોમવારે દિવસમાં જ ભીડ થવા લાગી. જેને જોતા તાત્કાલિક મોટા ભાગના પાંટૂન પુલથી લોકોને આવવા જવાનું રોકી દીધું.
આ પણ વાંચો: આ કારણે થઈ હતી બાબા સિદ્દીકીની હત્યા, શૂટરે પોલીસ સામે તમામ હકીકત કહી દીધી, જાણો કેટલા રુપિયા મળ્યા હતા