આ કારણે થઈ હતી બાબા સિદ્દીકીની હત્યા, શૂટરે પોલીસ સામે તમામ હકીકત કહી દીધી, જાણો કેટલા રુપિયા મળ્યા હતા
મુંબઈ, 28 જાન્યુઆરી 2025: મહારાષ્ટ્રના મુંબઈમાં થયેલી એનસીપી નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા મામલામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્દીકી પર હુમલાનો આરોપ અને મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આ હત્યાનો આદેશ કેમ મળ્યો હતો. ગૌતમે જણાવ્યું કે, અનમોલ બિશ્નોઈએ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ અને 1993માં મુંબઈ બ્લાસ્ટમાં સામેલ હોવાના કારણે બાબા સિદ્દીકી પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
ક્યારે થઈ હતી બાબા સિદ્દીકીની હત્યા
12 ઓક્ટોબરના રોજ મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં સિદ્દીકીની હત્યા થઈ હતી. આ હત્યાકાંડને સિદ્દીકીના દીકરા જીશાન સિદ્દીકીના કાર્યાલય બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારી હતી. ગૌતમે એવો પણ દાવો કર્યો છે કે, તેણે બાબા સિદ્દીકી અથવા જીશાન સિદ્દીકીને મારવા માટે કહેવાયું હતું અને તેના બદલામાં 15 લાખ રુપિયા આપવાનું વચન મળ્યું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, ગૌતમે નિવેદન નોંધાવીને આરોપપત્રમાં ભાગીદાર બન્યો છે.
ગૌમતે પોલીસને જણાવ્યું કે, તે પુણેમાં ભંગાર એકઠો કરતો હતો અને તે સહ આરોપી હરીશ કુમાર કશ્યપનો સામાન વેચતો હતો. ભંગારની દુકાન ચલાવતા કશ્યપે તેને રહેવાની વ્યવસ્થા કરી હતી. આ દરમ્યાન તેની ઓળખાણ પ્રવીણ લોનકર અને તેના ભાઈ શુભમ લોનકર સાથે થઈ હતી.
ગૌતમે જણાવ્યું કે, એક દિવસ શુભમ લોનકરે શૂટરને જણાવ્યું કે, તે અને તેનો ભાઈ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે. જૂન 2024માં શુભમ લોનકરે મને અને ધર્મરાજ કશ્યપને જણાવ્યું કે, અમે તેના કહેવા પર કામ કરીશું તો 10થી 15 લાખ રુપિયા મળશે. જ્યારે અમે કામ વિશે પૂછ્યું તો શુભમે અમને જણાવ્યું કે, અમારે બાબા સિદ્દીકી અથવા તેના દીકરા જીશાન સિદ્દીકીને મારાવાના છે. પણ તેમાં કોઈ વધારે જાણકારી આપી નહીં.
આ પણ વાંચો: આંધ્ર પ્રદેશ: મહિલા મોબાઈલ ગળી ગઈ, હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું