આંધ્ર પ્રદેશ: મહિલા મોબાઈલ ગળી ગઈ, હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું


કાકીનાડા, 28 જાન્યુઆરી 2025: આંધ્ર પ્રદેશમા એક મહિલા મોબાઈલ ગળી ગઈ હતી. ત્યાર બાદ મહિલાની તબિયત ખરાબ થતાં મહિલાના પરિવારે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટર્સે તેની સારવાર કરી, પણ મહિલાનો જીવ બચાવી શક્યા નહીં. પરિવારના લોકોએ જણાવ્યું કે, 15 વર્ષથી માનસિક રીતે બીમાર હતી. તો વળી પરિવારે ડોક્ટર્સ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં જોઈએ તો, આ મામલો કાકીનાડાના રાજમહેન્દ્રવરમથી સામે આવ્યો છે. જ્યાં એક માનસિક રીતે બીમાર મહિલા રામ્યા સ્મૃતિએ મોબાઈલ ગળી ગઈ હતી. જ્યારે મહિલાની તબિયત ખરાબ થઈ તો પરિવાર તેને રાજમહેન્દ્રવરમ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોક્ટ્સે તેની સારવાર કરી, પણ બચાવી શક્યા નહીં. મહિલાનું મોત થતાં પરિવારના લોકોએ ડોક્ટર્સ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો છે.
માનસિક રીતે બીમાર હતી મહિલા
રામ્યા સ્મૃતિના પરિવારે ડોક્ટર્સ પર આરોપ લગાવતા જણાવ્યું કે, રાજા મહેન્દ્રવરમના ડોક્ટર્સની લાપરવાહીના કારણે તેમની દીકરીનો જીવ ગયો. તેની સાથે જ એ પણ જણાવ્યું કે, મૃતક રામ્ય 2010થી એટલે કે 15 વર્ષથી માનસિક રીત બીમાર હતા. એટલા માટે તેને એ ખબર ન પડી કે તે શું કરી રહી છે. અથવા તેને શું કરવું જોઈએ.
આ પણ વાંચો: હરિયાણા સરકારની અરવિંદ કેજરીવાલને કોર્ટમાં ઢસડી જવાની ચીમકી, ચૂંટણીપંચ પણ જશે