ગુજરાતટ્રેન્ડિંગ

આણંદ: મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ

Text To Speech
  • એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સ્વજનોમાં કરુણ કલ્પાંત
  • હાલ તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર પર લવાયા
  • ફાયર બ્રિગેડની ટીમ 7 તરવૈયા અને બોટ સાથે પહોંચ્યા

આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

હાલ તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર પર લવાયા

હાલ તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર પર લવાયા છે. વાસદ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં પિતા-પુત્ર અને ભત્રીજો માછીમારી કરવા માટે ગયા હતા. દરમિયાન નાવડી પલટી જતા પુત્ર અને ભત્રીજો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમને બચાવવા જતા પિતા પણ પાણીમાં ડૂબી ગયા હતા. આમ ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સ્વજનોમાં કરુણ કલ્પાંત મચ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમ 7 તરવૈયા અને બોટ સાથે પહોંચ્યા

આણંદ ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાંથી નાવડીને બહાર કાઢવામાં આવી હતી. તેમજ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના હિમંત ભુરિયાએ જણાવ્યું હતું કે, વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો કે વાસદ નદીમાં બોટ ઉંધી વળી ગઈ છે. જેમાં ત્રણ લોકો ડૂબી ગયેલા છે. તો અમે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવૈયા અને બોટ સાથે પહોંચ્યા હતા. બોટ અને ત્રણેય વ્યક્તિને બહાર કાઢ્યા હતા. ત્રણેયના મૃત્યુ થયેલા છે.

આ પણ વાંચો: 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીના ગુજરાતના ટેબ્લોને વોટિંગ કરી નંબર-1 બનાવો

Back to top button