ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: કચ્છની સરહદેથી પાકિસ્તાની ઝડપાયો, BSF દ્વારા તપાસ શરૂ

Text To Speech
  • હરામીનાળા પાસેથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની ઝડપાયો
  • યુવક પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો રહેવાસી
  • આરોપી પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી

કચ્છ સરહદ પરથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. જેમાં BSFના જવાનો આ પાકિસ્તાની યુવકને ઝડપી પાડી તપાસ કરી હતી, પરંતુ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ બી.એસ.એફ. દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

યુવક પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો રહેવાસી

કચ્છની સરહદે પેટ્રોલિંગ દરમિયાન બી.એસ.એફ.ના જવાઓએ વધુ એક ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. યુવકની તલાશી લેતાં તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જોકે પૂછપરછ કરવામાં આવતાં આ યુવક પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો રહેવાસી છે. તેનું નામ ખાવર હોવાનું જણાવ્યું હતું. હાલમાં બી.એસ.એફ. દ્વારા યુવકની વધુ પૂછરછ કરવામાં આવી રહી છે.

બાબુ અલી નામનો વ્યક્તિ ભારતમાં ઘૂસણખોરી કરતાં ઝડપાયો

ગત 13 જાન્યુઆરીએ બીએસએફના જવાનોએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને કચ્છના હરામીનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેનું નામ નામ બાબુ અલી છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંતનો છે. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાબુ અલી નામનો વ્યક્તિ ભારતમાં ઘૂસણખોરી કરતાં ઝડપાયો હતો. ત્યારબાદ બીએસએફના જવાનો પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવીત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે

Back to top button