સોનુ નિગમનું દર્દ કઈ બાબતે છલકાયું? પદ્મ પુરસ્કારો વિશે શું કહ્યું, જુઓ વીડિયો

- નેશનલ એવોર્ડ વિજેતા સિંગર સોનુ નિગમે આ વર્ષે ઘણા મોટા કલાકારોને નજરઅંદાજ કરવા બદલ જ્યુરી પર સવાલ ઉઠાવ્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો 2025ની જાહેરાત કરી હતી, જેમાં 139 લોકોને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમાં સાત પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. સંગીત ઉદ્યોગમાંથી પણ પંકજ ઉધાસ, અરિજીત સિંહ અને શારદા સિંહાની પસંદગી કરવામાં આવી છે. પંકજ ઉધાસ અને અરિજીત સિંહને પદ્મશ્રી જ્યારે શારદા સિંહાને પદ્મ ભૂષણ આપવામાં આવશે. આ લિસ્ટ બહાર આવ્યા બાદ નેશનલ એવોર્ડ વિજેતા સિંગર સોનુ નિગમે આ વર્ષે ઘણા મોટા કલાકારોને નજરઅંદાજ કરવા બદલ જ્યુરી પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કિશોર કુમાર, અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણ જેવા ઘણા ગાયકોનો ઉલ્લેખ કર્યો અને લાંબા વીડિયોમાં જણાવ્યું કે કેવી રીતે તેમની પ્રતિભાને અવગણવામાં આવી છે.
View this post on Instagram
સોનુ નિગમે કહી આ વાત
વીડિયો શેર કરતી વખતે સોનૂએ કહ્યું, ‘એવા બે ગાયકો છે જેમણે દુનિયાભરના ગાયકોને પ્રેરણા આપી છે. એકને તો આપણે પદ્મ શ્રી સુધી સિમિત રાખી દીધા છે, તે છે મોહમ્મદ રફી સાહેબ અને એક એવા વ્યક્તિ જેમને તો પદ્મશ્રી પણ નસીબ થયો નથી અને તે છે કિશોર કુમાર જી. મરણોપરાંત પણ એવોર્ડ મળે છે ને? અને જે છે તેમાંથી અલકા યાજ્ઞિક જી છે, તેમની આટલી લાંબી અને અદ્ભુત કારકિર્દી રહી છે, તેમને આજ સુધી કંઈ મળ્યું જ નથી. શ્રેયા ઘોષાલ પણ લાંબા સમયથી પોતાની કળા સાબિત કરી રહી છે, તેમને પણ મળવું જોઈએ. સુનિધિ ચૌહાણે પોતાના અલગ અવાજથી એક આખી જનરેશનને પ્રેરણા આપી છે, તેમને પણ હજુ સુધી કંઈ મળ્યું નથી અને આવા ઘણા નામો છે, પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં હોય. ગાયન હોય કે અભિનય, વિજ્ઞાન હોય કે સાહિત્ય, તમને લાગતુ હોય કે કોને અન્યાય થયો છે. કોમેન્ટમાં લખો અને અમારા જ્ઞાનમાં વધારો કરો.
સોનુને મળી ચૂક્યો છે પદ્મશ્રી
સોનુ નિગમને વર્ષ 2022માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમની ખૂબ લાંબી કારકિર્દીમાં, સોનુ નિગમે 10,000 થી વધુ ગીતો ગાયા છે, જેમાંથી મોટાભાગના હિન્દીમાં છે. તેમણે કન્નડ, ઉડિયા, બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મરાઠી, નેપાળી, મલયાલમ, કન્નડ, ભોજપુરી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. અભિનેતાની ગણતરી બોલિવૂડના ટોચના ગાયકોમાં થાય છે. લાંબા સમય સુધી તેમણે શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા પ્રખ્યાત કલાકારો માટે ગીતો ગાયા છે અને તેમનો અવાજ બન્યા છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાનના કેસમાં ખોટી વ્યક્તિની ધરપકડ: જીવન બરબાદ થતાં કરી ન્યાયની માંગણી