ડૉ. આંબેડકરની પ્રતિમા પર ચડીને હથોડાથી તોડફોડ કરી; પંજાબમાં ભારે હોબાળો, આરોપી પકડાયો
અમૃતસર, 27 જાન્યુઆરી 2025: પંજાબના અમૃતસરમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર ચડીને હથોડા મારવાની ઘટના સામે આવી છે. તેને લઈને રાજકીય હોબાળો મચેલો છે. અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર તરફ જતી હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં બીઆર આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિ લાંબી સ્ટીલની સીડીનો ઉપયોગ કરી હથોડો લઈને પ્રતિમા પર ચડતો દેખાય છે. પંજાબના પૂર્વ મંત્રી રાજ કુમારે પોલીસને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ખાસ કરીને એટલા માટે કેમ કે તે ગણતંત્ર દિવસ પર થયું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે, આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ માને સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ઘટના ખૂબ જ નિંદનિય છે અને કોઈને પણ માફ કરવામાં આવશે નહીં. માને કહ્યું કે, આ ઘટના માટે જે પણ જવાબદાર હશે, તેમને આકરી સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબનો ભાઈચારો અને એકતા બાધિત કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રશાસન આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને દોષિતો પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દીધા છે.
આ પણ વાંચો: નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુના પોસ્ટર મામલે વિવાદ, રાહુલ ગાંધી સામે ફરિયાદ, જાણો આખો મામલો