ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલી 100 જગ્યા માટે 3000 એન્જીનિયર્સે ઈન્ટરવ્યૂ માટે લાઈન લગાવી, આઈટી સેક્ટરમાં નોકરી માટે પડાપડી

Text To Speech

પુણે, 27 જાન્યુઆરી 2025: સોશિયલ મી઼ડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે અને ભારતમાં નવી ચર્ચા શરુ થઈ ગઈ છે. આ વીડિયો આઈટી સેક્ટરમાં પ્રતિસ્પર્ધી જોબ માર્કેટ પર પ્રકાશ પાડે છે. આ ફુટેજમાં 3000થી વધારે એન્જીનિયર્સ લાઈનમાં ઊભા છે. આ તમામ એન્જીનિયર્સ હતા, જે નોકરી માટે વોક ઈન ઈન્ટરવ્યૂમાં પુણેની એક કંપનીમાં બહાર લાઈન લગાવીને ઊભા હતા.

મગરપટ્ટામાં આયોજીત આ કાર્યક્રમમાં જૂનિયર ડેવલપર પદ માટે અરજી કરવા ઉમેદવારોની લાઈનો લાગી હતી. દરેક યુવકના હાથમાં બાયોડેટા અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજોનો ફાઈલ હતી.

100 પદ માટે પહોંચ્યા 3000 એન્જીનિયર્સ

કહેવાય છે કે, આ કંપનીએ 100 જૂનિયર ડેવલપરની નોકરી બહાર પાડી હતી. નોકરી માટે ભરતી વોક ઈન ઈન્ટરવ્યૂથી થવાની હતી. ભરતી માટે જે તારીખ આપી હતી. તે દિવસે ભીડ ઉમટી પડી. લાંબી લાઈન જોઈ લોકો પણ રોકાયા અને પૂછવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આ બાબતે લોકો ખૂબ મજા લૂંટી રહ્યા છે.

એક યુઝરે લખ્યું છે કે પુણેના વીડિયોમાં 3000થી વધારે એન્જીનિયર્સ વોક ઈન ઈન્ટરવ્યૂ માટે લાઈનમાં ઊભા છે. જે આઈટી જોબ માર્કેટમાં કટ્ટર હરીફાઈને દર્શાવે છે. તેના પર કોઈએ લખ્યું છે કે લાગે છે ભંડારો થઈ રહ્યો છે. લોકોએ આઈટી સેક્ટરમાં નોકરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: કાર અને બાઈકનો ઈંશ્યોરન્સ ન હોય કરાવી લેજો, નહીંતર હવે પેટ્રોલ-ડીઝલ નહીં મળે

Back to top button