મારુ ઈંડિયન DNA છે…ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સામે કહી દીધી મોટી વાત
નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2025: ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રતિ પ્રબોવો સુબિયાંતોએ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. તેમના સન્માનમાં આયોજીત ડિનરમાં બોલતા તેમણે કહ્યું કે, મારુ ડીએનએ ઈંડિયન છે. તેમની આ વાત ત્યાં હાજર રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત તમામ નેતાઓના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હું અહીંયા આવીને ખૂબ જ ગૌરવાન્વિત સમજી રહ્યો છું.
તેમણે કહ્યું કે, ભારતીય ડીએનએની વાત તેમને DNA ટેસ્ટ બાદ જાણવા મળી. આ ઉપરાંત તેમણે પોતાની સ્પીચમાં સંસ્કૃત ભાષાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભારત અનેઈન્ડોનેશિયાની વચ્ચે સભ્યતાગત સંબંધ છે. તે અમારી ભાષાનો એક મહત્વપૂર્ણ ભાગ સંસ્કૃતમાંથી આવે છે. કેટલાય ઈન્ડોનેશિયન નામ સંસ્કૃતમાં છે. અમારા દૈનિક જીવનમાં પ્રાચીન ભારતીય સભ્યતાનો પ્રભાવ ખૂબ જ મજબૂત છે અને તેમની ભારત યાત્રા સફળ રહી, અમે ભારત સાથે રણનીતિક અને વ્યાપક ભાગીદારીની ગતિ આપવા માગે છે. હું અહીં થોડા દિવસ માટે આવ્યો છું. તેના માટે હું દિલથી પીએમ મોદીનો આભારી છું. પોતાની સ્પીચના અંતિમ સમયમાં બોલતા તેમણે કહ્યું કે, ભારત અને ઈંડોનેશિયા એક સારા દોસ્ત અને પાર્ટનર છે.
Indonesia President Subianto says he has Indian DNA, something he discovered after his DNA test. Speaking at Banquet hosted in his honor.
Vdo ctsy: Rashtrapati Bhavan pic.twitter.com/A9yfJ8RT2D
— Sidhant Sibal (@sidhant) January 26, 2025
સન્માનમાં ભોજન સમારંભ
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી સહિત કેટલાય નેતાઓ હાજર હતા.
આ પણ વાંચો: બંગાળ પોલીસના બેન્ડને રાજભવનમાં એન્ટ્રી ન મળતા CM મમતા ગુસ્સે થયાં, કહ્યું – બહુ ખોટું થયું