ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

રાજકોટનું સ્ટેડિયમ ટીમ ઈંડિયા માટે ભાગ્યશાળી, પંજો ફટકારવવા ઉતરશે ટીમ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક રેકોર્ડ બનાવવાનો મોકો

Text To Speech

રાજકોટ, 27 જાન્યુઆરી 2025: ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ટીમે શરુઆતી 2 મેચ જીતી આ ઘરેલૂ સીરીઝમાં 2-0ની લીડ બનાવેલી છે. હવે ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની વચ્ચે સીરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરી રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જો ભારતીય ટીમ આ ત્રીજી મેચ જીતી જશે તો અંગ્રેજો વિરુદ્ધ ઐતિહાસિક પંજો જમાવી દેશે. સૂર્યા બ્રિગેડ આવું કરી પણ શકે છે. કારણ કે ભારતીય ટીમનો રાજકોટ પર શાનદાર રેકોર્ડ છે.

અહીં ઐતિહાસિક પંજા સતત મતલબ 5મી સીરીઝ જીત છે. અહીં ઉલ્લેખનિય છે કે ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 8 વખત દ્વિપક્ષીય ટી20 સીરીઝ રમાઈ ગઈ છે. શરુઆતી 4 સીરીઝમાંથી 3 ઈંગ્લેન્ડ જીત્યું, જ્યાર એક સીરીઝ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડ જે સીરીઝ જીત્યું છે, તે તમામ 1 જ મેચની સીરીઝ હતી.

પણ ત્યાર બાદથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ સીરીઝ 3 અથવા તેનાથી વધારે મેચની જ રમાઈ હતી. સાથે જ તમામ સીરીઝ ભારતે જ જીતી છે. શરુઆતી 4 સીરીઝ હાર્યા બાદ ભારતીય ટીમે સતત 4 ટી20 સીરીઝમાં ઈંગ્લેન્ડને હરાવ્યા છે. હવે બંને ટીમો વચ્ચે કૂલ 9મી સીરીઝ રમાવા જઈ રહી છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં એક જ મેચ હારી છે ટીમ ઈંડિયા

જો ભારતીય ટીમ સતત ત્રીજી ટી20 મેચ જીતી લેશે, તો તે સીરીઝ પર કબજો કરી લેશે. આવી જ રીતે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 5મી ટી20 સીરીઝ જીતી લેશે. આ ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ એક સીરીઝ જીતનો ઐતિહાસિક પંજો લગાવશે. ત્યારે આવા સમયે આ ત્રીજી મેચ ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખાસ છે. પણ તેને જરાં સંભાળીને રમવું પડશે.

કારણ કે ઈંગ્લેન્ડ ટીમ રાજકોટમાં પોતાની પ્રથમ ટી20 મેચ રમવા ઉતરશે. જ્યારે ભારતીય ટીમ અહીં 5 ટી20 મેચ પહેલા જ રમી ચુકી છે. તેમાં ટીમ ઈંડિયાએ 4 મેચ જીતી છે. જ્યારે એક હારી છે. ભારતીય ટીમ આ મેદાન પર 2017 બાદ કઈ ટી20 મેચ હારી નથી. ત્યારે આવા સમયે આ મેદાન પર ધાંસૂ રેકોર્ડ છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ ફોર્મ સુધારવા લીધો આ મોટો નિર્ણય, આ દિગજ્જનો લેશે સાથ

Back to top button