અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટના સ્થળે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપો તેવા બેનરો જોવા મળ્યા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/1-1.jpg)
- કોલ્ડપ્લે કોન્સર્ટમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું
- લોકોએ બપોરથી ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું
- સ્ટેડિયમ ફ્લેશ લાઇટથી ઝગમગ ઉઠી હતું
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટના સ્થળે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપો તેવા બેનરો જોવા મળ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 લાખથી વધુની વેસ્ટર્ન મ્યુઝિકની ચાહક મેદનીએ વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગ્રુપ કોલ્ડ પ્લેના ક્રિસ માર્ટિન, ઇલિયાના, જસ્લીન રોયલ, શોન વગેરેના અદભૂત ગાયકી અને સંગીતના તાલે સમગ્ર ગ્રાઉન્ડની ધરતીને ઝંકૃત કરી દીધી હતી.
લોકોએ બપોરથી ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું
ભારત અને દુનિયાના વિવિધ ભાગોમાંથી આવેલા સંગીત રસિકોએ બપોરે 3 વાગ્યાથી જ સ્ટેડિયમ અને ગ્રાઉન્ડમાં પોતાની જગ્યા લેવાનું શરૂ કરી દીધું હતું. લાઈટિંગ, સાઉન્ડ, અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે સાંજે ગ્રુપના સિંગર શોને કોલ્ડ પ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવી દીધો હતો.
સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું
સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભા રહેવાની જગ્યા બચી નહોતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદના હેરિટેજને રજૂ કરતી કોલ્ડ પ્લેની ખાસ ટી શર્ટ રિલીઝ કરવામાં આવી હતી. શૉન પછી સ્ટેજ પર આવેલી ઇલિયાના એ ‘કેમ છો અમદાવાદ’ કરીને એન્ટ્રી મારી હતી.
ચાહકોએ તેના આ વાક્યને ચીચીયારીથી વધાવી લીધું
સાંજે 7 બાદ સ્ટેડિયમ ફ્લેશ લાઇટથી ઝગમગ ઉઠી હતું. આ પછી કોલ્ડપ્લેની ટીમ જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે સમગ્ર સ્ટેડિયમ ‘કોલ્ડપ્લે, ‘કોલ્ડપ્લે’ના નારાથી ગૂંજી ઉઠયું હતું. ક્રિસ માર્ટિન સ્ટેજ પર પહોંચ્યો ત્યારે ચાહકોનો રોમાંચ ચરમે પહોંચી ગયો હતો. ક્રિસ માર્ટિને આવતા હિન્દીમાં કહ્યું કે, ‘આપકા બહુત સ્વાગત હૈ, આપ કો દેખ કે ખુશી હુઈ…અમદાવાદ ઈઝ ધ બેસ્ટ સિટી…’ ચાહકોએ તેના આ વાક્યને ચીચીયારીથી વધાવી લીધું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: 8 બ્રિજ નીચેના એરીયામાં રૂ.37 કરોડના ખર્ચે સ્પોર્ટસ એકિટીવીટી સેન્ટર બનશે