ઉત્તર ગુજરાતગુજરાત

બ્રહ્માકુમારી દ્વારા આબુરોડમાં વૈશ્વિક રક્ષાબંધન મહોત્સવમાં 10 હજાર લોકો જોડાયા

Text To Speech

પાલનપુર.રાજસ્થાનના આબુ તળેટીમાં આવેલી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વૈશ્વિક રક્ષાબંધન મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં 10 હજાર ઉપરાંત લોકો જોડાયા હતા. જેમને વિશ્વ બંધુત્વની ભાવના સાથે પવિત્રતાની શક્તિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

વૈશ્વિક રક્ષાબંધન મહોત્સવમાં 10 હજાર લોકો જોડાયા

બ્રહ્માકુમારી મીડિયાના શશીકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી બ્રહ્મા કુમારી બહેનો દ્વારા જિલ્લા જેલ, વૃદ્ધાશ્રમો, શાળા -કોલેજો, અંધશાળા, ગરીબ વર્ગ તેમજ સમાજના દરેક વર્ગમાં જઈને ભારતીય પાવન પર્વ રક્ષાબંધનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને પરસ્પર સ્નેહ, સદભાવના દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરવા રાખડી બાંધવામાં આવી હતી. તેમજ જીવનમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. રક્ષા બંધનનો મુખ્ય સમારંભ રાજસ્થાનના આબુ તળેટીમાં આવેલા શાંતિવન ખાતે યોજાયો હતો. જ્યાં આજીવન પવિત્ર દસ હજાર કુમારોની યોગ, તપસ્યા, બ્રહ્મચર્ય શક્તિ અને રાજયોગ શક્તિ દ્વારા ચાલતા વિશ્વ મહા પરિવર્તનના ઈશ્વરીય કાર્યમાં પોતાની પવિત્ર શક્તિથી અધ્યાત્મ ઉર્જામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેવા ભાઈ- બહેનો વચ્ચે સંસ્થાના વડા ડોક્ટર દાદીજીની ઉપસ્થિતિમાં સર્વેએ પવિત્રતાના બળને વેગ આપવા શપથ લીધા હતા.

આ સમારંભમાં બે કલાક સંગઠિત પ્રચંડ યોગા પ્રકંપનો વિશ્વમાં ફેલાવવા રાજયોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.

જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ડીસા, ભીલડી, રાધનપુર અને ધાનેરા સહિતના 300 જેટલા સેવા કેન્દ્ર પર હજારો ભાઈ- બહેનોને બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન કરાવવામાં આવેલ. જેમાં સમાજના તમામ વર્ગોના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Back to top button