શું મોહમ્મદ સિરાજને ડેટ કરી રહી છે આશા ભોસલેની પૌત્રી? 23 વર્ષની સુંદરી સાથે વાયરલ થઈ તસવીર
મુંબઈ, 26 જાન્યુઆરી 2025: ખ્યાતનામ સિંગર આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે હાલમાં જ મુંબઈમાં પોતાનો 23મો જન્મદિવસ ઉજવ્યો. બાદમાં તેની પાર્ટીની અમુક તસવીર શેર કરી અને તેમાંથી એક તસવીરે ઈન્ટરનેટ પર લોકોનુ ધ્યાન ખેંચ્યું. આ ફોટોમાં તે ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે વાતચીત કરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરના મૂડને નોટિસ કર્યું અને બંનેના ડેટિંગની ખબરોને આગની માફક ફેલાવી.
જનાઈએ પોતાના મહેમાનો સાથેની કેટલીય તસવીર શેર કરી, પણ સિરાજ સાથે તેનો ફોટો બર્થ ડે એલ્બમની એકમાત્ર ક્લિક હતી, જેના પર લોકોનું ધ્યાન વધારે ગયું.
View this post on Instagram
સિરાજને ડેટ કરી રહી છે જનાઈ?
તેમની પાર્ટીમાં ક્રિકેટરો અને ફિલ્મ અને ટીવી હસ્તીઓ સહિત કેટલાય ખ્યાતનામ કલાકારો આવ્યા. જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, તેમાં જનાઈ સિરાજને જોઈ રહી છે અને સિરાજ હસી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પૂછી રહ્યા છે કે શું આ બંને ડેટ કરી રહ્યા છે. એકે તો લખ્યું કે, શું સિરાજ ભાઈજાન લગ્ન કરવા જઈ રહ્યા છો? તો વળી એકે લખ્યું કે, ભાભીએ ખાલી ગુજરાત ટાઈટંસને ફોલો કર્યું? આ પ્રકારની અલગ અલગ કોમેન્ટ આવી રહી છે.
આ પણ વાંચો: એક ભૂલ કરી તો 2 વર્ષ સુધી પરીક્ષા આપી શકશો નહીં, CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ