ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસ પર આજે દિલ્હીમાં દુનિયા જોશે ભારતની તાકાત, 15000 પોલીસકર્મી,7000 CCTV કેમેરાથી સુરક્ષા

Text To Speech

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2025: દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર આજે દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારત પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સમારંભમાં ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો મુખ્ય અતિથિ તરીકે સામેલ થઈ રહ્યા છે. પરેડની શરુઆત સવારે 10.30 કલાકથી થશે. લગભગ 90 મિનિટ આ પરેડ ચાલશે. સમારંભની શરુઆત પીએમ મોદીના રાષ્ટ્ર યદ્ધ સ્મારક પર જવાથી થશે. અહીં તેઓ દેશના વીરોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઈંડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોવો સુબિયાંટો પરંપરાગત બગ્ગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચશે.

પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે કામના કરી છે કે આ રાષ્ટ્રીય ઉત્સવ સંવિધાનના મૂલ્યોને સંરક્ષિત કરવાની સાથે સાથે એક સશક્ત તથા સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસોને મજબૂત કરે. ભારત આજે 76મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નેતૃત્વમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસના મુખ્ય સમારંભનું આયોજન થઈ રહ્યું છે.

15 હજાર પોલીસ કર્મી અને 7000 સીસીટીવી કેમેરા સુરક્ષામાં તૈનાત

ગણતંત્ર દિવસની સુરક્ષાને લઈને રાજધાની દિલ્હીમાં ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. છ સ્તરીય સુરક્ષાની વચ્ચે પોલીસથી લઈને અર્ધસૈનિક દળના લગભગ 15 હજાર જવાનો ફક્ત સમારંભ સ્થળ-કર્તવ્ય પથની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સમારંભ સ્થળને લઈને આજુબાજુના વિસ્તાર અને પરેડ રુટ સહિત દરેક જગ્યા પર 7000 જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરા આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ ટેકનિકથી લેસ છે. આ ઉપરાંત વાહનોની પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વીડિયો કેમેરા, વીડિયો એનાલિટિક્સ અને એફઆરએસ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો કોને મળ્યો એવોર્ડ

Back to top button