સવારના નાસ્તામાં દલિયા કેમ છે જરૂરી? ફાયદા જાણશો તો દૂર નહીં ભાગો
- શું તમે જાણો છો કે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સૌથી વધુ જરૂરી છે પૌષ્ટિક નાસ્તો. તેથી સવારના નાસ્તામાં દલિયાનો સમાવેશ કરવો જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ ઘણી વખત લોકો દલિયા (ઘઉંના ફાડા) ખાવાથી દૂર ભાગતા હોય છે, કેમકે કેટલાક લોકોને તે સ્વાદિષ્ટ લાગતા નથી, પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સૌથી વધુ જરૂરી છે પૌષ્ટિક નાસ્તો. તેથી સવારના નાસ્તામાં દલિયાનો સમાવેશ કરવો જોઈએ. ચાલો જાણીએ કે સવારના નાસ્તામાં દલિયા શા માટે મહત્ત્વપૂર્ણ છે અને તેના સેવનથી શું ફાયદા થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
દલિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ તમને બિનજરૂરી ખાવાથી રોકે છે અને કેલરીની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો દલિયા તમારા માટે આદર્શ હોઈ શકે છે.
દલિયા છે એનર્જી બૂસ્ટર
દલિયામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા શરીરને દિવસભર જરૂરી ઉર્જા પ્રદાન કરે છે. આ સિવાય તેમાં આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. કામ કરતા લોકો અને બાળકો માટે આ પરફેક્ટ એનર્જી બૂસ્ટર છે.
હૃદય અને પાચન તંત્ર માટે ફાયદાકારક
હાર્ટ હેલ્થ માટે પણ દલિયા ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાના ગુણ છે, જે હાર્ટ એટેક અને અન્ય હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. આ સિવાય દલિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
દલિયા કેવી રીતે બનાવશો?
મીઠા દલિયા: તેમાં દૂધ, ખાંડ કે ગોળ અને ડ્રાયફ્રુટ ઉમેરીને બનાવવામાં આવે છે.
નમકીન દલિયા: ગાજર, વટાણા, કેપ્સિકમ અને ડુંગળી સાથે હળદર, જીરું અને મીઠું ઉમેરીને તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવામાં આવે છે. દલિયા ખીચડી કહી શકાય
દલિયા ખાવાનો યોગ્ય સમય
એક વ્યક્તિ માટે 1 થી 1.5 બાઉલ દલિયા પર્યાપ્ત છે.
સવારે 8 થી 10 દરમિયાન તેનું સેવન કરો. તે ખૂબ લાભ આપે છે.
આ પણ વાંચોઃ મેદામાંથી બનેલી વસ્તુઓ પ્રેમથી ખાઈ રહ્યા છો? પાંચ મોટી બીમારીઓની થઈ શકે છે એન્ટ્રી