VIDEO:પ્રેમ કરનારાઓને કોઈ રોકી શકે નહીં, હવે આ બંનેને જ જોઈ લો
SOCIAL MEDIA VIRAL VIDEO: સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય, કોઈ નથી જાણતું. દરરોજ અલગ અલગ અકાઉન્ટ પરથી કેટલાય વીડિયો પોસ્ટ થતાં હોય છે, જેમાં અમુક વીડિયો જોઈને હસવું આવી જાય. આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં શું દેખાયું?
તમે અત્યાર સુધીમાં કેટલીય ફિલ્મ અને સીરિયલ જોઈ હશે, જેમાં મુખ્ય કિરદાર એટલે કે પ્રેમી અને પ્રેમિકા લાંબા સમય બાદ મળે છે તો એકબીજાને ભેટી પડતા હોય છે. તેમને તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેઓ રસ્તામાં છે કે પછી એરપોર્ટ પર. તેમને ત્યાં હાજર લોકોની પણ કોઈ ચિંતા હોતી નથી. આ વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે એક પુરુષ એક મહિલાને રસ્તાની વચ્ચે ભેટી પડે છે. પાછા તો બંને લાંબા સમય સુધી એકબીજાને વળગી રહે છે. કેટલાય લોકો તેમને હટવા માટે બોલી રહ્યા છે. છતાં પણ તેમને કોઈ ફરક પડતો નથી. આ વીડિયો ક્યાંનો છે,ક્યારનો છે, તે કોઈને ખબર નથી પણ હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Pyar mein duniya ruk jatu hai ye sirf suna tha aaj dekh bhi liya 😭 pic.twitter.com/7ZEe0sAHvy
— Vishal (@VishalMalvi_) January 21, 2025
તમે આ જે વીડિયો જોઈ રહ્યા છો, તો એક્સ પ્લેટોફોર્મ @VishalMalvi_ નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, પ્યારમાં દુનિયા અટકી જાય છે, આ ખાલી સાંભળ્યું હતું આજે જોઈ પણ લીધું. આ લખાય છે, ત્યાં સુધીમાં 5 હજારથી વધારે લોકોએ આ વીડિયોને જોયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે, પ્યાર મે સબ કુછ હો જાતા હૈ. આ વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહી છે, બાકી તમને આ વીડિયો જઈ શું લાગ્યું, કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો.
આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પર વીરતા પુરસ્કારની જાહેરાત, 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે