ગણતંત્ર દિવસ પર વીરતા પુરસ્કારની જાહેરાત, 942 જવાનોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2025: ગણતંત્ર દિવસ 2025ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 95 જવાનોને વીરતા પદક, 101ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, 746ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે.
95 વીરતા પુરસ્કારોમાંથી મોટા ભાગના નક્સલી પ્રભાવિત વિસ્તારમાં તૈનાત જવાનોને આપવામાં આવ્યા છે. તેમાં 28 જવાન નક્સલી વિ્સ્તારના, 28 જમ્મુ અને કાશ્મીર વિસ્તાર, ઉત્તર પૂર્વના 3 જવાન અને અન્ય ક્ષેત્રોના 36 જવાનોની વીરતાપૂર્ણ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમાં 78 પોલીસકર્ની અને 17 ફાયરના જવાનો છે.
સ્પેશિયલ સેવા માટે 101 રાષ્ટ્રપતિ પદકમાંથી 85 પોલીસ સેવા, 05 ફાયર સેવા, 07 નાગરિક સુરક્ષા હોમ ગાર્ડને અને 04 સુધાર સેવાને આપવામાં આવશે. સરાહનીય સેવા માટે 746 પદકમાંથી 634 પોલીસ સેવાને, 37 ફાયર સેવાને, 39 નાગરિક સુરક્ષા હોમ ગાર્ડને અને 36 સુધાર સેવાને આપવામાં આવશે.
વીરતા પુરસ્કારની રાજ્યદર આંકડા પર નજર નાખીએ તો, છત્તીસગઢના 11, ઓડિશાના 6, ઉત્તર પ્રદેશના 17, જમ્મુ કાશ્મીરના 15 પોલીસ જવાનોને આ એવોર્ડ આપવામાં આવે છે. તો વળી આસામ રાઈફલ્સના એક, બીએસએફના 5, સીઆરપીએફના 19, એસએસબીના 4 જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ફાયર વિભાગના 16 અને જમ્મુ કાશ્મીરના એક ફાયર વિભાગના જવાનને આ એવોર્ડ આપવામાં આવ્યો.
વિશિષ્ટ સેવા અંતર્ગત અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, હરિયાણા, કેરલ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, પુડુચેરી, આસામ રાઈફલ્સ, એનએસજી, પોલીસ અનુસંધાન અને વિકાસ બ્યૂરો, એનડીઆરએફ, એનસીઆરબી, સંસદીય મંત્રાલય મામલે આરએસ સચિવાલય અને રેલવે પ્રોટેક્શનને એક-એક એવોર્ડ આપવામાં આવ્યો.
આ પણ વાંચો: નાગા સાધુઓને ખાલી 15 મિનિટ આપો, તો આ લોકો પાકિસ્તાન ભાગી જશે: ભાજપના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદિત નિવેદન