નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ હવે દેશના 14માં ઉપ રાષ્ટ્રપતિ બની ગયા છે. ધનખડે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમા શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમણે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ધનખડે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 346 મતના અંતરથી હરાવ્યા હતા.
લોકસભા સચિવાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર, 780 મતમાંથી 725એ મતદાન કર્યુ હતુ. જેમાં ધનખડને 528 મત મળ્યા હતા જ્યારે અલ્વાને 182 મત મળ્યા હતા. 50 ગેરહાજર રહ્યા હતા અને 15 મત ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા.
ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ પણ હશએ. તે વૈકૈયા નાયડૂની જગ્યા લેશે. ધનખડનો જન્મ રાજસ્થાનના ઝૂંઝુનુંમાં થયો હતો. રાજનીતિમાં આવ્યા પહેલા તે એક વકીલ હતા. ધનખડે 1990માં સંસદીય ઘટનાના રાજ્યમંત્રીના રૂપમાં પણ કામ કર્યુ હતુ. 2019માં તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે તેમના સબંધ કડવાશ ભર્યા રહ્યા છે. શપથ ગ્રહણ પહેલા જગદીપ ધનખડે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.