ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગા સાધુઓને ખાલી 15 મિનિટ આપો, તો આ લોકો પાકિસ્તાન ભાગી જશે: ભાજપના ફાયરબ્રાન્ડ નેતાનું વિવાદિત નિવેદન

હૈદરાબાદ, 25 જાન્યુઆરી 2025: AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ ઘણા વર્ષો પહેલા નિવેદન આપ્યું કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દે અમે બતાવી દઈશું. અસદુદ્દીન ઓવૈસી પણ મહારાષ્ટ્ર ચૂંટણી દરમ્યાન 15 મિનિટવાળી વાત પર કટાક્ષ કરી ચુક્યા છે. અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી ગ્વારા આપવામાં આવેલા 15 મિનિટવાળા નિવેદન પર સમય સમય પર નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આવતી હોય છે. આ વખતે ભાજપ નેતા ટી. રાજા સિંહે 15 મિનિટવાળી પ્રતિક્રિયા આપતા વિવાદિત નિવેદન આપ્યું છે. ટી. રાજા સિંહે એક સભાને સંબોધન કરતા કહ્યું કે, તમે લોકો શું કહો છે, અમને 15 મિનિટ આપી દો, પોલીસ હટાવી દો, 100 કરોડ હિન્દુઓને અમે ખતમ કરી દઈશું. આજે ઉત્તર પ્રદેશમાં મહાકુંભ ચાલી રહ્યો છે. લાખો નહીં કરોડો હિન્દુ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરી રહ્યા છે. સાધુ સંત જઈ રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. આ જ સાધુ સંતમાં એક નાગા સાધુઓ પણ છે.

તેમણે આગળ કહ્યું કે, નાગા સાધુ ક્યારેય પબ્લિકમાં નથી આવતા. ફક્ત કુંભના સમયે તેઓ બહાર આવે છે. પણ જો તેમનો ઈતિહાસ ઉઠાવીને જોશો તો જ્યારે જ્યારે સનાતન ધર્મ પર સંકટ આવ્યા છે, આ જ નાગા સાધુઓએ તલવાર, ત્રિશૂલ ભાલા ઉઠાવ્યા અને મુસલમાનોને માથા ધડથી અલગ કર્યા છે. શું હજુ પણ તમારે 15 મિનિટ જોઈએ છે. જો અમારા નાગા સાધુઓને 15 મિનિટ આપી દેવામાં આવે તો, હૈદરાબાદમાં 15 મિનિટની વાત કરનારા પાકિસ્તાન ભાગી જશે. હિન્દુઓ સાથે ક્યારેય ટકરાતા નહીં. હિન્દુ જ્યારે જ્યારે જાગ્યા છે, ત્યારે ત્યારે ઈતિહાસ લખ્યો છે. તો વળી હંમેશા વિરોધ પ્રદર્શન દરમ્યાન લગાવવામાં આવતા આઝાદી આઝાદીના નારા પર પણ ટી. રાજાએ સભાને સંબોધન કરતા નિવેદન આપ્યું છે.

ટી. રાજા સિંહ બોલ્યા. હિન્દુ આઝાદી આપવા માટે તૈયાર છે

ટી રાજા સિંહે કહ્યું કે, મારા ભારત દેશમાં રહીને જે એનઆરસીનો વિરોધ કરશે, જે સીએએ બિલનો વિરોધ કરશે, ભારતમાં રહીને જે ભારત સાથે ગદ્દારી કરશે, ભારતમાં રહીને જે જનસંખ્યા વધારશે અને આતંકવાદ વધારશે, જે યૂસીસીનો વિરોધ કરશે, ભારતમાં રહીને જે ગૌમાતાને કાપશે, જે ભારત માતા કી જય અને વંદે માતરમ નહીં બોલે, ભારતમાં રહીને લવ જેહાદ કરશે, થૂંક જેહાદ કરશે. અમે તેમને આઝાદી આપીશું. આજના હિન્દુઓ આઝાદી આપવા તૈયાર છે. બોલો કોને કોને આઝાદી જોઈએ છે. કઈ ભાષામાં આઝાદી જોઈએ છે.અહીં ઉલ્લેખનિય છે કે, ફાયરબ્રાન્ડ નેતા ટી. રાજા સિંહ પહેલા પણ કેટલીય વાર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે.

આ પણ વાંચો: મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી

Back to top button