મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી
નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2025: મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકન સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી છે. એક રીતે જોવા જઈએ તો અમેરિકી કોર્ટમાં ભારતની આ મોટી જીત છે. ઓગસ્ટ 2024માં અમેરિકી કોર્ટે ભારત-અમેરિકા પ્રત્યપર્ણ સંધિ અંતર્ગત રાણાને ભારત મોકલવાના આદેશ આપ્યા હતાં.
નિચલી કોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ તહવ્વુર રાણાના પ્રત્યર્પણનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.પણ રાણાએ નિચલી કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. પણ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ શુક્રવારે તેને લઈને ચુકાદો આવી ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે નિચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતા તેને ભારત પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી છે.
તહવ્વુર રાણા હાલમાં લોસ એંજિલ્સની જેલમાં બંધ છે. તેના પર મુંબઈ હુમલાના કાવતરા સાથે જોડાયેલ હોવાનો આરોપ છે. તેને પાકિસ્તાની-અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેલડી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જે 26/11 મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોરમાંથી એક છે.
આ પણ વાંચો: મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણને મંજૂરી આપી