ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સજા પુરી થયા બાદ પણ પાકિસ્તાને દયા ન દાખવી, ભારતીય માછીમારનું કરાચીની જેલમાં મૃત્યુ

Text To Speech

ઈસ્લામાબાદ, 25 જાન્યુઆરી 2025: ભારતીય માછીમારનું કરાચીમાં થયેલા મૃત્યુએ બંને દેશો વચ્ચેના કેદીઓને મુક્ત કરવાની સમસ્યા ફરી એક વાર ઉજાગર કરી દીધી છે. 2022માં પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલા માછીમાર બાબુનું ગુરુવારે કરાચીની જેલમાં મૃત્યુ થઈ ગયું છે. બાબૂની સજા પહેલા જ પુરી થઈ ચુકી છે, તેમ છતાં તેને છુટો કરવામાં આવ્યો નહોતો.

ભારત સહિત આંતરરાષ્ટ્રીય મંચો પર વારંવાર જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવાની માગ ઉઠતી રહી છે. આ કોઈ પહેલી ઘટના નથી. બાબૂથી પહેલા છેલ્લા બે વર્ષોમાં સાત અન્ય ભારતીય માછીમારોના પાકિસ્તાનમાં મોત થઈ ચુક્યા છે. બાબૂ જેવા 180 અન્ય ભારતીય માછીમારો પણ પાકિસ્તાની જેલમાં બંધ છે અને તે પોતાના દિવસો ગણી રહ્યા છે. ભારતની સરકાર સતત પાકિસ્તાની શાસન સાથે તેમને મુક્ત કરવાની અપીલ કરતું રહ્યું છે.

કરાચી જેલમાં પહેલા પણ થયા છે ભારતીય માછીમારના મૃત્યુ

ગત એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના વિનોદ લક્ષ્મણ કોલનું નિધન પણ આવી જ રીતની ઘટનાઓમાં થયું હતું. ઓક્ટોબર 2022માં પાકિસ્તાની જળમાર્ગથી ગેરકાયદેસર પ્રવેશના આરોપમાં ધરપકડ કરાયેલ કોલને કરાચી જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેને 8 માર્ચના રોજ લકવા થતાં 17 માર્ચે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું.

આ પણ વાંચો: અમેરિકા તરફથી યુક્રેનને મળતી મદદ હવેથી બંધ, જંગની વચ્ચે ડોલાન્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય

Back to top button