ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કે. રાજેશ ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું,12 ઓગસ્ટ સુધી રિમાન્ડમાં

Text To Speech

રાજ્યમાં સતત ચર્ચામાં રહેલા આઈએએસ અધિકારી કે. રાજેશની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળમાં હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને અમદાવાદ મીરઝાપુર સ્થિત સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપી કે.રાજેશના 12 ઓગસ્ટ સુધી વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઇડીના અધિકારીઓએ કે.રાજેશના વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ સુરતમાં રૂ.1.80 કરોડની દુકાન ખરીદી હતી, તે મામલે તપાસ કરવાની છે. સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશીયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઇ ઉપાડયા હતા તે પ્રકરણમાં પણ આરોપીની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવાની છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી,ગૃહમંત્રીથી લઈ ભાજપ પ્રદેશ પ્રમુખે અનોખી રીતે કરી રક્ષાબંધનની ઉજવણી

આ ઉપરાંત કે.રાજેશ તરફથી કે.રાજેશના એડવોકેટ તરફથી ઇડીની રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે, ઇડી પાસે રિમાન્ડ કોઇ નક્કર કારણો જ નથી. ઓલરેડી આ કેસમાં સીબીઆઇની તપાસમાં બધી વિગતો સામે આવી ચૂકી છે અને કેસમાં ચાર્જશીટ પણ થઇ ગયુ છે. તેમના અસીલે સીબીઆઇ હોય કે ઇડીને તમામ તબક્કે તપાસમાં પૂરતો સાથ-સહકાર આપ્યો છે અને હવે વધુ રિમાન્ડની કોઇ જરૂરિયાત જણાતી નથી. સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે પણ કે.રાજેશ દ્વારા તપાસમાં સાથ સહકાર અપાતો હોવાની વાતની નોંધ લીધી હતી. જો કે, કોર્ટે તપાસના કામે રાજેશના વધુ બ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Back to top button