બનાસકાંઠાની મલાણા ગ્રામ પંચાયતના બે મહિલા સભ્યો અને તેના પતિઓ રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા
- ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવા માંગેલી લાંચ લેતા એસીબીએ દબોચ્યા
પાલનપુર, 24 જાન્યુઆરી : બનાસકાંઠાની મલાણા ગ્રામ પંચાયતના બે મહિલા સભ્યો અને તેના પતિઓ રૂ.2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તેમણે ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવા લાંચ માંગી હતી જે સ્વીકારતા એસીબીએ દબોચ્યા હતા.
મળતી માહિતી મુજબ, આ કામના ફરિયાદીના માતા જે સરપંચ હોય તેમના પર અવિશ્ર્વાસની દરખાસ્ત થયેલ જે દરખાસ્તમાં સરપંચ તરફે મત આપવાના તથા વિકાસના કામોમાં કમિશન આપવાના અવેજ પેટે પંચાયતના બે સભ્યો જામાબેન મકવાણા, નયનાબેન પ્રજાપતિ તથા તેમના પતિઓ મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા અને રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિએ સાથે મળી ફરીયાદી પાસે રૂપિયા બે લાખની લાચની માંગણી કરેલ હતી.
આ લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય જેથી ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ હોટેલ સહારામાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી મુકેશભાઈ ગોવાભાઈ મકવાણા તથા રમેશભાઈ રામચંદભાઈ પ્રજાપતિનાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેને એસીબીએ ઝડપી લીધા હતા.
આ પણ વાંચો :- રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તાપીમાં તૈયારીને આખરી ઓપ અપાયો, જૂઓ તસવીરો