અમદાવાદ: આણંદના ખંભાતમાં ATSનું મોટુ ઓપરેશન; 107 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ
24 જાન્યુઆરી 2025 અમદાવાદ: આણંદના ખંભાતમાં ATSનું મોટુ ઓપરેશન પાર પાડયું છે જેમાં ફેક્ટરીમાંથી રૂ.107 કરોડના જથ્થા સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોખડામાં ગ્રીન લાઇફ ઈન્ડ્રસ્ટ્રીઝમાંથી આ ડ્રગ્સ એક ફેકટરીમાં બનતું હોવાની બાતમી એટીએસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવા બનતી હતી અને તેમાં કાળો કારોબર કરવામાં આવતો હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.
આણંદના ખંભાતમાં ATSનું મોટું ઓપરેશન
આણંદના ખંભાતમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડયું છે. જેમાં ફેક્ટરીમાંથી રૂ.107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ અંગે કુલ 6 ઈસમોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસને અગાઉ કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમી મળી હતી જેનાં આધારે તેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. મુખ આરોપી આરોપી અજય જૈન મધ્યપ્રદેશનો રહેવાસી છે. જે અગાઉ નાર્કોટિક્સ કેસનો આરોપી રહી ચૂક્યો છે, તો અન્ય 4 આરોપીઓ પાસે કેમિકલની ડિગ્રી છે. ફેક્ટરીમાં લાયસન્સ વગર અલ્પ્રાઝોલમ દવા બનતી હોવાની વાત સામે આવી છે.
પરમિશન વગર દવાનું ઉત્પાદન ન થઈ શકે
એટીએસ અધિકારી ભાવેશ રોજીયાએ પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે પરમિશન વગર દવાનું ઉત્પાદન કરવું શકય નથી. સાથે આરોપીઓને 10 કિલોનો જથ્થો લઇ જવાનો પ્લાન હતો. ફેક્ટરીના માલિક હાલ ફરાર જણાવી રહ્યો છે તેની શોધખોળ એટીએસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આજે આરોપીઓને રિમાન્ડ માટે ખંભાતની કોર્ટમાં રજૂ કરાશે. આ સમગ્ર બનાવ આણંદના ખંભાતના નેજા ગામમાં ગ્રીન લાઈફ ઈન્ડ્રસ્ટ્રીઝ મમતામાં દરોડા પાડવા દરમિયાન બન્યો હતો. જેમાં મોટી માત્રામાં અલફાઝોલમ ટેબ્લેટનો પાઉડર જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા સમયે જોબ વર્ક પર અલફાઝોલમ પાઉડર બનાવવાનું કાર્ય શરૂ હતું.
ATSએ કુલ 6ની ધરપકડ કરી
એટીએસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અલ્ફાઝોલમ પાઉડરનો જથ્થો એમપીના અજય જૈન નામના વ્યક્તિને આપવાના હતા. ફેક્ટરીમાં એફએસએલ દ્વારા કેમિકલ ચેક કરાવતા આલ્ફાઝોલમ પાઉડર હોવાનું સામે આવ્યું છે. ફેક્ટરી માંથી 107 kg એલફઝોલમ પાઉડર મળી આવ્યો છે. જેમાં એમપીના અજય જૈન દ્વારા એડવાન્સ 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ 30 લાખ રૂપિયા પણ એટીએસએ જપ્ત કર્યા છે. ગઈકાલે મોડી રાત્રે અજય જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે. અલફાઝોલમ ટેબ્લેટ ઊંઘ માટે વપરાય છે. 107 kg પાઉડરમાંથી અંદાજિત 42 કરોડથી વધુની દવાઓ બને છે. દવા તૈયાર થયા બાદ તેની બજાર કિંમત અંદાજિત 107 કરોડ જેટલી થાય છે. પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે આરોપીઓએ પહેલી વખત જોબ વર્ક દ્વારા કામ શરૂ કર્યું હતું. તેમજ અગાઉ આરોપીઓએ સેમ્પલ માટે નાની માત્રામાં માલ તૈયાર કર્યો હતો.