ગુજરાત: ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
- બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો
- હેલ્પલાઇન પર સવારે 11થી સાંજના 6 સુધી સંપર્ક કરી શકશે
- નંબર 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે
ગુજરાતમાં આગામી 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તનતોડ મહેનતમાં લાગી ગયા છે. આ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે
રાજ્યમાં આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધા કાર્યરત રહેશે.
હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે
શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે.
આ પણ વાંચો: 26 જાન્યુઆરીએ કર્તવ્યપથ પર ગુજરાતની ઝાંખી રજૂ કરાશે, જાણો શું હશે તેમા ખાસ