ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસમાં વધુ એક ખુલાસો

Text To Speech
  • પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
  • 16 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી
  • છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની તપાસ થશે

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં ક્રાઇમબ્રાંચે કાર્તિક પટેલ સાથે જોડાયેલા તેમજ ખ્યાતિ હોસ્પિટલ સહિતના બેંક એકાઉન્ટની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

16 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી

ઉલ્લેખનીય છે કે કાર્તિક પટેલ વિદેશમાં હતો તે દરમિયાન તેણે તેના કોઇ મળતિયાની મદદ લઇને કુલ 16 કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી હતી. જેમાં કાર્તિક પટેલની પર્સનલ અને ખ્યાતિ રીયાલીટીના નામે લેવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. બીજી તરફ પોલીસે સીએની મદદથી ખ્યાતિ હોસ્પિટલના છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાંચને અનેક વિગતો મળી રહી છે. જે અનુસંધાનમાં કેસમાં નવા વળાંક પણ આવી રહ્યા છે.

પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

ક્રાઇમબ્રાંચે જપ્ત કરેલી ફાઇલ અને કાર્તિક પટેલના તેમજ ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત, અન્ય બેંક એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાયા બાદ વિદેશમાં નાસતા ફરતા કાર્તિક પટેલે પરત આવતા પહેલા કુલ 16 કરોડની લોનની ચુકવણી કરી હતી. જેમાં 7.33 કરોડની પર્સનલ લોન અને 9.70 કરોડની કિંમતની ખ્યાતિ રીયાલીટીની લોનનો સમાવેશ થાય છે. આ લોન કાર્તિક પટેલ વતી કોણે ચુકતે કરી છે? તે દિશામાં પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની તપાસ થશે

આ ઉપરાંત, ખ્યાતિ હોસ્પિટલ તેમજ કાર્તિક પટેલ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓના છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની તપાસ કાર્તિક પટેલના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને પોલીસ તપાસ માટે ખાસ નિમણૂંક કરવામાં આવેલ સીએ દ્વારા કરવામાં આવી રહી છે.

Back to top button