કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવાના છો? તો તમારા માટે અગત્યના સમાચાર છે


ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2025: શું તમે કોલ્ડપ્લે કોન્સર્ટ જોવા જવાના છો? તો તમારા માટે અગત્યના સમાચાર છે. મેટ્રો ટ્રેનના સંચાલકોએ તમારા માટે જ ખાસ વિશેષ વ્યવસ્થા કરી છે જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવા-આવવા માટે તમને કોઈ મુશ્કેલી ન પડે.
તા. ૨૫મી અને ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી “કોલ્ડપ્લે” મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRC એ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના ૧ર:૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તા.રપ અને ર૬મી ના આ લંબાવેલો સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.
તારીખ | રપ-૧-ર૦રપ | ર૬-૧-ર૦રપ |
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય | સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી | સવારે ૬-ર૦ કલાકથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી |
કોન્સર્ટ માટે માત્ર મોટેરાથી લંબાવેલો મેટ્રો ટ્રેનનો સમય/કલાકો | રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી | રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાક સુધી |
મોટેરાથી છેલ્લી મેટ્રો ટ્રેનનો ઉપડવાનો સમય/કલાક | તા.ર૬-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે | તા.ર૭-૧-ર૦રપ ની મધ્યરાત્રિના ૧ર-૩૦ કલાકે |
લંબાવેલા સમય દરમ્યાન સ્ટેશનમાં પ્રવેશ | માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી | |
મેટ્રો ટ્રેનની ઉપલબ્ધ સેવાઓની ફ્રિક્વન્સી | દર ૮ (આઠ) મિનિટના સમયાંતરે |
જાહેર જનતાને નોંધ લેવા નમ્ર વિનંતી છે કે, મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી નથી, એટલે કે મેટ્રો ટ્રેન સેવાઓ ગાંધીનગર-મોટેરા વચ્ચે રાબેતા મુજબ જ ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતે દીકરીઓના જન્મદર અને શિક્ષણ ક્ષેત્રે હાંસલ કરી આવી નોંધપાત્ર સિદ્ધિઃ જાણો
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD