પ્રયાગરાજમાં જોવા મળ્યા અનોખા કબૂતરવાળા બાબા, ૯ વર્ષથી કબૂતર બેઠું છે માથે
પ્રયાગરાજ, 22 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારે ઉત્સાહ છે. આ મેળામાં દરેક ખૂણેથી સંતો અને ઋષિઓનો મેળાવડો હોય છે. પરંતુ આ બધામાં જે આકર્ષણનું કેન્દ્ર રહે છે તે છે જુના અખાડાના મહંત રાજપુરીજી મહારાજ, જેમને લોકો પ્રેમથી ‘કબૂતર વાલે બાબા’ કહે છે. બાબા જ્યાં પણ જાય છે કબૂતરને માથા પર બેસાડીને જાય છે, ત્યાં ભક્તોની ભીડ જામી જાય છે. એક કબૂતર છેલ્લા 9 વર્ષથી તેના માથા પર બેઠું છે. “આ કબૂતરનું નામ ‘હરિ પુરી’ છે.
પ્રયાગરાજમાં મહાકુંભમાં કબૂતરવાળા બાબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજસ્થાનના ચિત્તોડગઢથી આવેલા આ બાબા છેલ્લા 9 વર્ષથી, જ્યાં પણ જાય છે કબૂતરને માથા પર બેસાડીને જાય છે. બાબા કહે છે કે, જો કબૂતર ક્યાંક ઉડી જાય તો તે થોડા સમય પછી પાછું આવી જાય છે. એટલું જ નહીં તેઓ રાતે સુઈ જાય ત્યારે પણ કબૂતર તેમની બાજુમાં સુઈ જાય છે. બાબાનું માથા પર કબૂતર રાખીને ચાલવું એ તેમની ઓળખ જ નથી બની, પરંતુ તે મહાકુંભની વિવિધતાને પણ દર્શાવે છે. બાબાનો સંદેશ એ છે કે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને આદર એ જ સાચો ધર્મ છે. તેમની હાજરી મહાકુંભને વધુ ખાસ બનાવી રહી છે, જ્યાં દરેક જીવંત પ્રાણી પ્રત્યે કરુણા અને દયાનો સંદેશ ગુંજી રહ્યો છે.
રાજસ્થાનના ચિત્તોડગઢથી આવેલા બાબા કહે છે કે જીવોની સેવા એ સૌથી મોટો ધર્મ છે. છેલ્લા ઘણા વર્ષોથી, તે માથા પર કબૂતર લઈને ફરે છે. મહાકુંભના પવિત્ર સંગમમાં બાબાનું આ અનોખું સ્વરૂપ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી રહ્યા છે. યાત્રાળુઓ બાબા અને તેમના વિશ્વાસુ કબૂતરને જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમની પાસે આવતા ભક્તો બાબાના ઉપદેશો સાંભળીને માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનો પણ અનુભવ કરે છે.
આ પણ વાંચો..મહાકુંભમાં માળા વેચતી મોનાલીસાને લાગી લોટરી, બોલીવુડમાં થાઈ શકે છે એન્ટ્રી